જોધપુર પોલીસની ટીમ આજે 5મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતે આવી છે. યૌન શોષણ મામલે આસારામ સાથે ફસાયેલા સેવ શિવાની સાથે આવેલી જોધપુર પોલીસ ચાંદખેડા પોલીસની સાથે આસારામ બાપુના અમદાવાદ આશ્રમ ખાતે જશે તેવા સમાચાર મળી રહ્યાં છે.
ઉલ્લેખનીય છેકે
અમદાવાદ ખાતે આસારામના એકાંતવાસની સીડી મળે આશા જોધપુર પોલીસ સેવી રહી છે. આ
ઉપરાંત હજુ પણ શિલ્પી અને પ્રકાશ ફરાર છે
જેથી તેમની પણ શોધખોળ ચાલી રહી છે. આસારામનો અમદાવાદ આશ્રમ વિશાળ અને મુખ્ય
છે.જેથી પોલીસને તપાસ દરમ્યાન અહીંથી ઘણા પુરાવાઓ મળી શકે તેમ છે.
સેવક શિવા અને પોલીસની પૂછપરછ
જાતીય શોષણનાં આરોપમાં ફસાયેલા આસારામનાં સેવક શિવાની પૂછતાછમાં પોલીસને અનેક મહત્વની જાણકારીઓ પ્રાપ્ત થઇ રહી છે. રાજસ્થાનનાં એડિશનલ એડવોકેટ જનરલ આનંદ પુરોહિતે સેશન્સ કોર્ટને જણાવ્યુ કે શિવાએ પોલીસને માહિતી આપી છે કે આસારામ નિયમિત રૂપે એકાંતમાં મહિલાઓને મળતા હતા.
પોલીસનું માનવુ છે કે શિવા પાસે આસારામનાં એકાંતવાસની સીડી પણ છે, જેથી શિવાની કસ્ટડી વધારવા માટે પોલીસે કોર્ટમાં કહ્યુ કે શિવા પાસે આસારામની સીડી અને ક્લિપિંગ છે, જેને મેળવવા માટે અમદાવાદ જવુ પડશે. જેથી શિવાનાં પાંચ દિવસનાં રિમાન્ડ વધારવામા આવે. કોર્ટે શિવાનાં 3 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે.
આનંદ પુરોહિતે કહ્યુ કે શિવાએ જે માહિતી આપી છે, તેનાંથી આસારામ વિરુધ્ધ કેસ વધુ મજબૂત થશે. રવિવારે પોલીસે શિવાની ધરપકડ કરી હતી, અને ત્યારથી તેની પૂછતાછ થઇ રહી છે. તપાસકર્તાઓનો દાવો છે કે તેમની પાસે પૂરતા સબૂત છે કે માઇનોર યુવતીને છિંદવાડાથી જોધપુર લાવવાનાં ષડયંત્રમાં આસારામ, શિવા અને હોસ્ટલની વૉર્ડન શિલ્પી સંડોવાયેલા છે.
ફરાર પ્રકાશને પકડવો જરૂરી
બીજી તરફ આસારામનો અંગત રસોઇયો પ્રકાશ અને હૉસ્ટેલની વૉર્ડન શિલ્પી ફરાર છે. તેઓની પોલીસ શોધ કરી રહી છે. પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે કે પ્રકાશ આસારામનો મોબાઇલ તેની પાસે જ રાખતો હતો, આસારામ સાથે કોઇને વાત કરવી હોય તો તે પ્રકાશનાં માધ્યમથી જ શક્ય હતુ. નોંધનીય છે કે 15 ઑગસ્ટ એટલે કે જે દિવસે ઘટના બની ત્યારે પ્રકાશ, શિવા અને શિલ્પી વચ્ચે કુલ 16 વાર ફોન પર વાતચીત થઇ હતી.
અંતે પોલીસની કાર્યવાહી પર પાણી ફરી વળ્યું હતું જ્યારે મીડિયા સમક્ષ આવીને શિવાએ જણાવ્યું હતું કે મારા દ્રારા આસારામની સીડી બાબતે કોઈ વાત કરવામાં આવી નથી .અને મારી સાથે બળજબરીપૂર્વક બોલાવામાં આવી રહ્યું છે. આસારામ બાપુ નિર્દોષ છે અને માત્ર કોંગ્રેસનું ષડયંત્ર છે.
અંતે પોલીસની કાર્યવાહી પર પાણી ફરી વળ્યું હતું જ્યારે મીડિયા સમક્ષ આવીને શિવાએ જણાવ્યું હતું કે મારા દ્રારા આસારામની સીડી બાબતે કોઈ વાત કરવામાં આવી નથી .અને મારી સાથે બળજબરીપૂર્વક બોલાવામાં આવી રહ્યું છે. આસારામ બાપુ નિર્દોષ છે અને માત્ર કોંગ્રેસનું ષડયંત્ર છે.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com