વાપી નજીક આવેલા નામધા ગામે લાલ રંગના
પાણીએ લોકોને ચિંતામાં મૂકી દીધાં છે. જોકે આ બાબતે તંત્રને અનેક વખત રજૂઆતો થવા
પામી છે. તેમ છતાં તંત્રએ બાબતે કોઈ તપાસ કરી નથી. સ્થાનીય નાગિરકો ઈચ્છી રહ્યાં
છેકે આ બાબતે તંત્ર કડક કાર્યવાહી કરે.
વાપીના નામધા ગામે ચંડોળ ગામે ખનકી તેમજ
મહ્યાવાંસી ફળિયાના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. લાલ રંગના કેમિક્લયુક્ત ગંદા
પાણીથી લોકો ભયજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. છેલ્લા મહિનાથી ખનકી પાસેથી
કેમિક્લયુક્ત લાલ રંગનું ગંદુ પાણી વહી રહ્યું છે. જે બાબતે પ્રદૂષણ નિયંત્રણ
બોર્ડને રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં કોઈ તપાસ થવા પામી નથી.
ચંડોળ ગામના ખેતરોમાં ડાંગરના પાકને
કેમિક્લયુક્ત પાણીની અસર થઈ રહી છે. જેથી પાક બળી રહ્યો છે. આ ઉપરાંત સ્થાનીય
રહેવાસીઓને પીવાના પાણી માટે લગાવામાં આવેલા હેન્ડ પંપમાં પણ લાલ રંગનું પાણી આવી
રહ્યું છે. જેથી લોકોને સ્વચ્છ પીવાના પાણી માટે પણ વલખાં મારી રહ્યાં છે.
લોકો જણાવી રહ્યાં છે કે કોઈ કંપની દ્રારા
કેમિક્લયુક્ત પાણી ગટરના માધ્યમથી છોડવામાં આવ્યું છે. જેની અસરથી ખનકી વિસ્તારમાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેથી લોકોની ઈચ્છા છે કે આ બાબતે તપાસ કરવામાં
આવે અને જે તે લાગતી વળગતી કંપની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી છે.
જોકે આ બાબતે તંત્ર કડક કાર્યવાહી નહીં
કરે તો સ્થાનીય નિવાસી વાપી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઓફિસની સામે વિરોધ પ્રદર્શન
કરશે. ત્યારે સૌથી મોટો સવાલ તે થાય છે કે શું સ્થાનીય કંપનીઓ પ્રદૂષણનો બોર્ડથી બેખૌફ બની ગઈ છે. લોકોના જીવની પરવાહ કર્યા વગર આ પ્રકારે ખુલ્લી ગટરોમાં કેમિક્લયુક્ત પાણી છોડીને ઉપરાંત નિયમોની ઐસી તૈસી કરીને સ્થાનીય કંપનીઓ પોતાનો કારોબાર ચલાવી રહી છે તેવી પરિસ્થિતિમાં પ્રદૂષણ બોર્ડની ઘોર નિંદ્રા અને કંપનીઓનું બેજવાબદારીભર્યું વલણ જોવા મળ્યું છે.
Tejas Desai, Reporter,Vapi