ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

મેડીકલ ક્ષેત્રમાં દક્ષિણ ગુજરાતની હરણફાળ

દક્ષિણ ગુજરાતમાં વાપી અન સુરત શહેર ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર તરીકે દેશભરમાં પ્રખ્યાત બની રહ્યું છે. ડૉ. પૂર્ણિમા નાડકર્ણી  જેવાં નિષ્ણાંત તબીબોએ દક્ષિણ ગુજરાતને કર્મભૂમિ બનાવી છે. જેની અસરથી દક્ષિણ ગુજરાત ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરમાં તરીકે પ્રખ્યાત બની રહ્યું છે.


છેલ્લા ત્રીસ વર્ષથી દક્ષિણ ગુજરાતને કર્મભૂમિ બનાવી ડૉ. પૂર્ણિમાએ અને  ડૉ. કિશોર નાડકર્ણી સાથે કિલ્લા પારડી, વાપી અને સુરત ખાતે 50 બેડની ત્રણ પ્રખ્યાત હોસ્પિટલની સ્થાપના કરી હતી. ડૉ. પૂર્ણિમા નાડકર્ણીએ મુંબઈમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ પણ કર્મભૂમિ દક્ષિણ ગુજરાતને બનાવી. તેમણે વંધ્યત્વ નિવારણ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર ક્ષેત્રમાં સતત કાર્યરત રહ્યાં. જેની અસરથી તેમણે અત્યારસુધીમાં દેશ- વિદેશના 7000થી પણ વધારે દંપતિઓને બાળક સુખ આપવામાં સફળતા હાંસલ કરી છે. આ ઉપરાંત ડૉ.પૂર્ણિમાએ એમની ડૉક્ટર્સની ટીમ સાથે પાંચ જુદા જુદા કેસમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ 2011નાં નવેમ્બર મહિનાની અગિયારમી તારીખે તેમણે 11 ઈક્સી બેબી, તેમજ વર્ષ 2012ના ડિસેમ્બર મહિનાની બાર તારીખે 12 ઈક્સી બેબીનો જન્મ કરાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.



દક્ષિણ ગુજરાતમાં એક લક્ષ્ય સાથે કામ કરી રહેલા પ્રતિભાવાન ડૉ.પૂર્ણિમાને ઘણા એવોર્ડ મળ્યાં છે. જેમાં શોભનાબેન દેસાઈ આઈ.એમ.એ ટ્રોફી તેમજ મેડલ, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સ્ત્રી સશક્તિકરણ એવોર્ડ, આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસના હસ્તે નારી નેતૃત્વ એવોર્ડ મળી ચૂક્યાં છે ઉપરાંત  દિવ્યભાસ્કરના ટોપ 100માં  એવોર્ડમાં તેમનો સમાવેશ થયો હતો. તેમજ વ્યક્તિગત વિકાસ અને રાષ્ટ્રીય વિકાસ માટે રાજીવ ગાંધી ગોલ્ડમેડલ એવોર્ડ વર્ષ 2014માં હમણાં જ એનાયત થયો છે. જોકે તેમની યાત્રા અહીંથી અટકી નથી હજુ પણ તે  મેડિકલ ક્ષેત્રમાં નવી દિશા અને સુવિધા લોકો સુધી પહોંચે તે માટે લેસર સ્ક્રીન કોસ્મેટીક વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.

Tejas Desai, Reporter, Vapi
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |