સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આસારામ પૂછતાછમાં સહયોગ કરી રહ્યાં નથી. જોધપુર શહેર મેજિસ્ટ્રેટ દ્રારા આસારામને એક દિવસની પોલીસ કસ્ટડી આપવામાં આવી છે. આ સમાચાર મળતા જ આસારામના સમર્થકો ભડકી ઉઠ્યા હતા. અને જોધપુર જિલ્લા કોર્ટ બહાર આસારામના સમર્થકોએ હંગામો મચાવી દીધો હતો.
આ તમામ પ્રક્રિયા દરમ્યાન આસારામનાં મેડિકલ ચેકઅપ માટે તબિબોની એક ટીમ પોલીસ લાઇન પહોંચી હતી. તબિબોએ આસારામનું
મેડિકલ ચેકઅપ કર્યુ ત્યારે આસારામનાં વકીલો ત્યાં હાજર હતા.આ ઉપરાંત આસારામ બાપુની પુરૂષત્વની પણ તપાસ થશે.
વર્ષ 2010માં દક્ષિણની અભિનેત્રી સાથે કામલીલા માણતા સ્વામી નિત્યાનંદની વીડિયો ટેપ આવી હતી. તે દરમ્યાન સ્વામી નિત્યાનંદે સીઆઈડીના અધિકારીઓ સમક્ષ આશ્ચર્યજનક ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તે પુરૂષ જ નથી. તેથી કોઈ સ્ત્રી સાથેના શારીરીક સંબંધનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. તેમણે પોતાની પુરૂષત્વની તપાસ (પોટેંસી ટેસ્ટ) કરાવવાની માંગણી સીઆઈડીને કરી હતી.
જોધપુર કોર્ટ દ્રારા આસારામને એક દિવસના પોલીસ રિમાન્ડ મળવાની સાથે જ આસારામ પીડિતોને ન્યાય મેળવવાની નવી દિશા મળી છે. આસારામની ધરપકડથી દિપેશ-અભિષેકના પરિવારજનોમાં ખૂશી ફેલાઈ છે. હજુ પણ આ પરિવાર પોતાના સંતાનના મૃત્યુના ન્યાય માટે લડી રહયો છે.. આસારામની ધરપકડથી પરિવારને ન્યાય માટેની આશા જીવિત બની છે. ન્યાય માટે હવે તેઓ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપશે..
તો બીજી તરફ આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ આસારામ પ્રકરણને લઈને મોદી ને નિશાન બનાવ્યાં હતા. તેમણે કહ્યું હતું કે આસારામ અને નરેન્દ્ર મોદી વચ્ચે જે સંબંધ છે તેનો ખુલાસો કરવો તેમને કરવો જોઈએ, મોદી આસારામ તરફ છે કે પછી પીડિતો તરફ તે બાબતે સ્પષ્ટ્રતા કરવી પડશે. ગુજરાતમાં આસારામ સામે 16 કેસ દાખલ થયેલા છે. પરંતુ હજુ સુધી તે બાબતે કોઈ કાર્યવાહી થઈ નથી. નાની વાતોમાં ટ્વિટ કરનારા મોદી આ વખતે ચુપ કેમ છે ?

News Published By CNA TEAM,
For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com