ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

આજે છે આત્મહત્યા રોકવાનો દિવસ

દેશ અને દુનિયામાં એક આત્મહત્યાનો બનાવ બન્યો ન હોય તેવો એક દિવસ ભાગ્યે જ હશે. મળી રહેલા આંકડા મુજબ, દેશમાં દર બાર મિનિટે એક વ્યક્તિ આત્મહત્યા કરી લે છે. આજે આત્મહત્યાનો ઉલ્લેખ સવિશેષ બની જાય છે. કારણ કે દસમી સપ્ટેમ્બરને સ્યુસાઈડ પ્રિવેન્શન ડે તરીકે મનાવવામાં આવે છે. જેને તમે આત્મહત્યા રોકવાના દિવસ તરીકે ઓળખો છો. આત્મહત્યા વ્યક્તીગત ઘટના છે પરંતુ તેના કારણો સામાજિક છે . આત્મહત્યાની ઘટના ક્યારેક માનસિક નબળાઈ ક ડીપ્રેશનને લીધે હોઈ શકે છે ત્યારે આવી માનસિકતાની સ્થિતિ પણ સામાજિક સંજોગોનું પરિણામ છે. 


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પાંચમી સપ્ટેમ્બરથી અગિયારમી સપ્ટેમ્બરને સ્યુસાઈડ પ્રિવેન્શન વીક જાહેર કર્યું છે. જેમાં દસમી સપ્ટેમ્બરે સ્યુસાઈડ પ્રિવેન્શન ડે તરીકે મનાવવામાં આવે છે. મોટા ભાગે આત્મહત્યા કરવાના નિશ્ચિત કારણો હોય છે. જ્યારે વ્યક્તિ આર્થિક, સામાજિક કે શારિરીક મુશ્કેલીઓને વેઠવી અસહ્ય બની જાય ત્યારે તે પગલું ભરતુ હોય છે. પરંતુ છેલ્લા અમુક વર્ષોથી શૈક્ષણિક મુશ્કેલીઓને કારણે પણ વિધાર્થીઓ આત્મહત્યા કરી લે છે તેવ કિસ્સા પણ પ્રકાશમાં આવી રહ્યાં છે. તેમા વળી પ્રેમ પ્રકરણને કારણે યુગલો મોતને વ્હાલું કરી લે તેવા કિસ્સાઓની ભરમાર છે. યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે . યુવાવસ્થા સમાજ માટે મોંઘેરી મૂડી જેવી હોય છે . ભણવાનું ,નોકરી , ધંધા કરવાનું , લગ્ન પછી નવી પેઢીને જન્મ આપવાનું ,આશાઓ , ઈચ્છાઓ અને સ્વપ્નો સેવવાની ઉમર ઉવાવસ્થા હોવાથી આ ઉમરે ઉત્સાહ પરાકાષ્ઠાએ હોવા જોઈએ પરંતુ હતાશાથી આપઘાત કરી રહેલા યુવાનોની સંખ્યા વધી રહી છે તે સમાજને માટે સમસ્યારૂપ બને છે .

છેલ્લા બે વર્ષથી મોંઘવારીને કારણે સામુહિક આત્મહત્યાના દેશમાં ઘણાં બન્યાં છે. જે દેશ માટે શરમજનક બાબત કહી શકાય.કોઈ પણ વ્યક્તિને મુશ્કેલી ન હોય તેમ બને પરંતુ જો દરેક નાની મોટી મુશ્કેલીઓના કારણે હતાશ થઈને આત્મહત્યા તરફ પ્રેરાય તે કેટલું તમે ગણશો.  અને  લોકોને આત્મહત્યા કરતાં રોકવા માટે જ વર્લ્ડ પ્રિવેન્શન ડેની ઉજવણી દસમી સપ્ટેમ્બરે કરવામાં આવે છે. 

એક તારણ મુજબ, સ્ત્રીઓ આત્મહત્યાનો પ્રયાસ વધારે કરે છે. જ્યારે પુરૂષો આત્મહત્યા કરવામાં વધુ સફળ થાય છે. સામાન્ય રીતે આત્મ હત્યાનો પ્રયત્ન કરનાર દર ચાર પૈકી ત્રણ વ્યક્તિ સ્ત્રી હોય છે. આપઘાતના ૧૦ થી ૧૫ પ્રયત્નોમાંથી એકમાં વ્યક્તિ સફળ થાય છે.

મનોચિકિત્સકના મતે ઘણી વ્યક્તિઓ પોતાની જિંદગીમાં આત્મહત્યા કરવા વિચારે છે તેઓ વિચારે છેકે તેની તકલીફ કાયમી છે અને તે હતાશામાં બહાર આવી શક્તો નથી અને તેને લાગે છેકે મૃત્યુથી જ તેને નિવારી શકે તેમ છે ત્યારે તે પોતાની જાત પરથી કાબૂ ગુમાવી બેસે છે અને આત્મહત્યા જેવું પગલું ભરવા માટે પ્રેરાય છે. આ પ્રકારની હતાશ વ્યક્તિને તુરંત જ ઓળખી લેવી જોઈને અને શક્ય હોય તેટલી મદદ કરવી તે સામાજિક ફરજ છે. આત્મહત્યાની વાત કરનાર વ્યક્તિને શાંત ચિત્તે સાંભળતા જોઇને તેની લાગણીની કદર કરવી જોઈએ , તેનામાં રસ લો અને કોઈપણ સમયે મળવાની છુટ આપો . આત્મહત્યાની વસ્તુઓ , જંતુનાશક દવાઓ દુર રાખવી જોઈએ અને તુરંત જ મનોચિકીત્સકથી સંપર્ક સાધવો જોઈએ .

ડિપ્રેશનને ઓળખો

વ્યક્તિના મન , વિચાર અને શરીર ઉપર નકારાત્મક અસર નાખતી માનસિક અવસ્થાને "ડિપ્રેશન" નામની માનસિક બીમારી કહેવામાં આવે છે . તેમાં બે અઠવાડિયાથી વધુ સમય કઈ ન જ ગમવું , ચિડીયાપણું ,ઉદાસીનતા , રડ્યા કરવું , ઓછી ભૂખ અથવા સામાન્યથી વધુ ભૂખ લાગવાથી વજનમાં વધઘટ , અનિદ્રા અથવા દિવસ દરમિયાન વધારે ઉંઘ , અશક્તિ અને થાક લાગવો . પોતે કોઈ કામના નથી એવી લાગણી થવી , નિરાશા ,મૃત્યુ અને આત્મહત્યાના વિચારો જોવા મળે છે

Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |