ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

દૂધ ઉત્પાદકોનો સુવર્ણ યુગ

વર્તમાન સમયમાં દૂધ ઉત્પાદનનો સ્વર્ણિમ યુગ ચાલી રહ્યો છે તો બીજી તરફ જીવનજરૂરી દૂધે આમ આદમીની ચિંતામાં વધારો કર્યો છે. તેવી પરિસ્થિતિમાં અમૂલના ટોચના અધિકારીઓ જણાવી રહ્યાં છે કે હજુ પણ લોકોએ દર વર્ષે દૂધમાં આઠથી દસ ટકાના ભાવવધારા માટે તૈયાર રહેવું પડશે.



દૂધના ઉત્પાદન અને ખરીદીમાં વૃદ્ધિ નોંધાઈ રહી છે. પરંતુ ઉત્પાદન ખર્ચમાં જે વધારો થઈ રહ્યો છે. તે ધ્યાનમાં લેતા પશુપાલકોનું વળતર વધારવા માટે વધારા થતાં જ રહેશે.ઉલ્લેખનીય છેકે અમૂલના ટોચના અધિકારીએ ગાંધીનગર ખાતે એગ્રીકલ્ચર સમિટમાં નિવેદન કરતાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પ્રજાની પરેશાની વધશે. 

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના મેનેજિંગ કિરેક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે આવનારા વર્ષોમાં દૂધના ભાવમાં પ્રતિ વર્ષ સરેરાશ આઠથી દસ ટકા જેટલો વધારો થતો જ રહેશે.તેમણે કહ્યું હતું કે દૂધનો ઈનપુટ ખર્ચ સતત વધી રહ્યો છે. ત્યારે આ પ્રકારે ભાવ વધારો જરૂરી છે. આ વર્ષે અમ દૂધ ખરીદીમાં લગભગ 13 ટકા વધારા સાથે સરેરાશ દૈનિક 150 લાખ લિટર દૂધ પ્રાપ્ત કરીશું. તાજેતરમાં અમે દૈનિક 160 લાખ લિટરથી વધુ પ્રોક્યોરમેન્ટ પણ નોંધાવ્યું હતું

તેમણે કહ્યું હતું કે હાલનો સમય એ દૂધના ઉત્પાદનનો સ્વર્ણિમ યુગ છે. દૂધના પ્રોત્સાહક ભાવો મળવાથી નવી પેઢી પશુપાલન સાથે જોડાઈ રહી છે. નિ:સ્વાર્થ અને ઈમાનદાર લીડરશિપએ સહકારીક્ષેત્રનું  મજબૂત પાસું રહ્યુ છે અને નવાં સમયમાં સારી ટેક્નોલોજીનો ઉપયોગ વધારવાથી ડેરી ક્ષેત્ર વધુ સારી કામગીરી કરી શક્શે. ગુજરાતના 42 લાખથી વધુ પશુપાલક પરિવારો રાજ્યની સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા છે.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |