મંગળવાર સવારથી જ નડિયાદ તેમજ આણંદ શહેરના
મોટાભાગના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. તેનો નિકાલ થાય તે પહેલા જ બુઘવારે
વહેલી સવારથી જ વરસાદ સતત ચાલુ રહ્યો છે. જેથી ભરાયેલા પાણીનો કોઈ નિકાલ થવા
પામ્યો નથી. જો આ પરિસ્થિતિ યથાવત રહેશે તો શહેરી જનજીવન સાથે ગ્રામીણ જનજીવન સહિત ખેડૂતોને માંઠી અસર પહોંચશે.
ગુજરાત સહિત ચરોતર પંથકમાં સતત ચાર દિવસથી
વરસાદ પડી રહ્યો છે. નડિયાદ શહેરમાં શ્રેયસ સિનેમાં પાસે આવેલ ગરનાળું પાણીથી
છલોછલ થઈ જવા પામ્યું છે. જેથી નડિયાદની આસપાસના વિસ્તારોથી આવતા લોકોને ડભાણ તરફથી
આવવાની ફરજ પડી રહી છે. આ ઉપરાંત મંગળવારે આ ગરનાળામાં બસ ખાબકી જતાં અનેક
પેસેન્જરો ફસાઈ જવા પામ્યાં હતા. આ ઉપરાંત નડિયાદ રેલ્વે સ્ટેશન પર અનેક મુસાફરો
ફસાઈ ગયા છે. અનેક ટ્રેન તેના નિયત સમય કરતા ઘણી લેટ છે. આ ઉપરાંત પંથકની સરકારી શાળાઓમાં બાળકોને પાછા મોકલવાની ફરજ પડી હતી.
આણંદના નવા અને જૂના બસ સ્ટેન્ડમાં પાણી
ભરાય ગયા છે. જેથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત
આણંદ રેલ્વે સ્ટેશનની પરિસ્થિતિ નડિયાદ રેલ્વે સ્ટેશન જેવી જ છે. અનેક મુસાફરો
અટવાયેલા છે. વલ્લભવિધાનગરમાં અનેક વિધાર્થીઓ આસપાસના નાના મોટા શહેરોમાંથી અભ્યાસ
માટે આવે છે. જેમને નિયત સમય બસ ન મળતાં કોલેજોમાં તેમની ગેરહાજરી નોંધાઈ છે. આ
ઉપરાંત પંથકની મોટાભાગની શહેરી વિસ્તારોની શાળાઓમાં બાળકો ગેરહાજર રહ્યાં છે.
બુધવારની વહેલી સવારેથી શરૂ થયેલા વરસાદ
ભરાયેલા પાણીનો નિકાલ થવા દીધો છે. જેથી પરિસ્થિતિમાં કોઈ સુધાર થયો નથી. આ ઉપરાંત
ગ્રામ્ય વિસ્તારોમાં નાના મોટા તળાવો છલકાઈ ગયા છે. નાની સરખી ક્ષતિ પણ વિકરાળ
સ્વરૂપ કરી શકી તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. બે દિવસ અગાઉ તેવી જ પરિસ્થિતિનું
નિર્માણ બાલાસિનોર ખાતે થયું હતુ. જેમા તળાવની પાળી તૂટી જવાથી પાણી શહેરમાં
પ્રવેશી ગયું હતું. આ ઉપરાંત પંથકની નહેરોમાં પાણી છલોછલ થઈ જવા પામ્યં છે.
પંથંકની કેટલીય કોલેજોમાં પાણી ભરાયેલા છે. તેમ છતાં શાળા કોલેજો દ્રારા કોઈ
પ્રકારની રજા કરવામાં આવી નથી. જોકે નોકરીયાત વર્ગ વરસાદી મુશક્લીઓનો સામનો કરીને
પણ પોતાના કામ માટે નીકળલો દેખાય છે.
છલોછલ કાંસ અને પડેલા ઝાડ
મંગળવારની મધ્યરાત્રિએ શરૂ થયેલા વરસાદે
ગ્રામીણ વિસ્તારના રોડ રસ્તાને ભારે અસર પહોંચાડી છે. ચરોતર પંથકના ગ્રામીણ
વિસ્તારોના નાના-મોટા મુખ્ય માર્ગો પર ઝાડ પડી ગયા છે. જેથી મોટા વાહનોની અવર જવર
બંધ થઈ જવા પામી છે. જ્યારે નાના –મોટા વાહનો જેમ તેમ કરીને રસ્તો પસાર કરી રહ્યાં
છે. તો બીજી તરફ ચરોતર પંથકના કાંસ છલોછલ થઈ જવા પામ્યાં છે. તેવી પરિસ્થિતિમાં
હજૂ વધુ વરસાદ ગ્રામીણ વિસ્તારોની ચિંતા રાતોરાત વધારી શકે છે
.
છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદની
માંઠી અસર બુધવારની સવારે જોવા મળી રહી છે. મંગળવારની રાતે બાર વાગ્યે શરૂ થયેલો
વરસાદ સવાર સુધી ચાલુ રહ્યો છે. જેથી રોડની ફરતે આવેલા વૃક્ષોના મૂળિયા નબળા પડતાં
અનેક ઝાડ કકડભૂસ થયા છે.
મુસાફરોના મતે ગ્રામીણ વિસ્તારોમાં એક
ગામને બીજા ગામને જોડતા મુખ્યમાર્ગની પહોળાઈ દસ ફૂટની આસપાસ હોય છે. જેથી વૃક્ષ
નમી પણ જાય તો બે ગામ વચ્ચેનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ જાય છે. તેવી પરિસ્થિતિમાં
અનેક ગામાનો વાહન વ્યવહાર સંપર્ક મુખ્ય શહેરો સુધી તૂટી જાય છે. તેવી પરિસ્થિતિ
અનેક ગામોમાં સર્જાઈ છે.
ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોના મતે એક
તરફ કાંસના પાણી છલોછલ થઈ ગયા છે. જેથી જો હજૂ થોડો વધુ વરસાદ પડશે તો ગ્રામીણ
વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાવાની ભીતિ સર્જાઈ છે. વર્તમાન સમય રોડની ફરતે આવેલા
ઝાડ પડી જવાથી મોટા વાહનોની અવર જવર અટકી જવા પામી છે. પરંતુ જો વરસાદ ચાલુ રહેશે
તો કાંસનું પાણી સપાટી પર આવી જતાં નાના –મોટા રસ્તાઓ પર પાણી ફરી વળશે. જેથી પૂર જેવી સ્થિતિનુ નિર્માણ થાય તેવી
શક્યતાઓ વર્તાઈ રહી છે.
મોટાભાગના ગામના તળાવો છલોછલ થઈ ગયા છે.
તેવી પરિસ્થિતિમાં હવે વરસાદી પાણી સમાવાની ક્ષમતા ગામના તળાવોમાં રહી નથી. નડિયાદ
અને આણંદ જેવા શહેરોના વિસ્તારોમાં પાણીનો નિકાલ થઈ રહ્યો નથી. જેથી રોડ રસ્તા પર
પાણી ફરી વળ્યાં છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં હજુ પાણી ભરાયા નથી તેનું મુખ્ય
કારણ એ છેકે ગામનું પાણી સુધી કાંસમાં જતુ હતું. પરંતુ હવે કાંસ છલોછલ થઈ ગયા છે
જેથી હવે વધુ પડતો વરસાદ ગ્રામીણ વિસ્તારોમાં જળબંબકાર સર્જશે તેમ જાણકારો જણાવી
રહ્યાં છે.
ખેડૂતોની ચિંતા
અંત સમયે આવેલા ઓચિંતા વરસાદે જનજીવન પર
માંઠી અસર પહોંચાડી છે તો ખેડૂતોની દિવાળી બગડી છે. ખેતરોમાં ડાંગર અને બાજરીનો
પાક તૈયાર થઈ ગયો હતો. માત્ર તેની કાપણી જ બાકી હતી. અને તે સમય દરમ્યાન જ સતત
વરસાદ શરૂ રહેતા ડાંગર અને બાજરીના પાકને ભારે અસર પહોંચી છે.
ચરોતર પંથકમાં મોટાભાગના ખેડૂતોએ પકવેલ
ડાંગર અને બાજરીનો ઉભો પાક બગડી ગયો છે. ખેડૂતોનો પાક તૈયાર થઈ ગયો હતો. જેમાં
માત્ર કાપણી જ બાકી હતી. પરંતુ અંત સમયે સતત ચાર દિવસ વરસાદ વરસતાં ખેતરોમાં પાણી
ભરાઈ ગયા છે. આ ઉપરાંત સતત વરસાદને કારણે ઉભો પાક નમી પડ્યો છે. જેથી ડાગર અને
બાજરીના દાણામાં પાણીથી ભીંજાય ગયાં છે. અને ખેડૂતોના મતે જ્યારે તાપ આવશે ત્યારે
તેને સુકાવામાં આવશે પરંતુ તેનાથી કોઈ ફાયદો થાય તેના એંધાણ મળી રહ્યાં નથી.
એક તરફ કાંસનું પાણી ભરાઈ ગયું છે. જેથી
ભરેયાલા ખેતરના પાણી કાંસ તે તળાવમાં છોડી શકાય તેમ નથી. તો બીજી તરફ ઉભો પાક સતત
પાણીમાં પડેલો રહેવાથી ડાંગર અને બાજરીના દાણા ખોવાઈ ગયા છે.
આ વખતે ચરોતર પંથકમાં અસહ્ય ગરમીના કારણે
તમાકુનું ધરૂ તૈયાર થયું ન હતું જેથી ખેડૂતો ડાંગર અને બાજરી તરફ વળ્યાં હતા.
પરંતુ આ વખતે કુદરતે અંત સમયે ખેડૂતો સાથે રમત રમી નાંખી. જેથી ખેડૂતોની દિવાળી
બગડશે તેમ જાણકારો જણાવી રહ્યાં છે. સૌથી મોથી અસર કાંસ અને તળાવમાં પાણી છલકાય
જવાથી ખેડૂતો કંઈ પણ કરી શકે તેવી હાલતમાં નથી. ખેતરમાંથી વધારાનું પાણીનો નિકાલ
ક્યાં કરવો તે મોટો પ્રશ્ન છે તેવી પરિસ્થિતિમાં ખેડૂતોને પોતાનો ઉભો પાક કુદરતને
હવાલે કરી દેવાની ફરજ પડી છે.
વરસાદને શાકભાજીના બજારોમાં તંગી
મોટાભાગે વરસાદ શરૂ થવાની સાથે જ
શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાય છે. આસમાને પહોંચી ગયેલા ભાવ વરસાદ શરૂ થતાં જ
શાકભાજીના ભાવ નીચે આવી રહ્યાં હતાં. પરંતુ જેમ જેમ વરસાદે વિરામ લીધો ત્યાર બાદ ફરી શાકભાજી ઉચકાઈ રહ્યાં હતાં . જેમાં ડુંગળીએ
લોકોને ફરી રડાવાનું શરૂ કરી દીધું હતુ.
છેલ્લા ચાર દિવસ જે પ્રકારે સતત વરસાદ પડી રહ્યો છે. અને જેની અસરથી પાણી રોડ
રસ્તાં ઉપર આવી ચઢ્યાં છે. જેની અસર શાકભાજી બજારમાં જોવા મળી છે. નડિયાદ અને આણંદ
ઉપરાંત ઉમેરઠ, બાલાસિનોર જેવા નાના શહેરોમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે.
જેની અસરથી લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. જેની
અસર વર્તમાન સમયમાં શાકભાજીના બજારોમાં દેખાઈ રહી છે.
![]() |
ફોટો - રિતેષ પટેલ, ઉમરેઠ, પત્રકાર |
ચરોતર પંથકમાં નડિયાદ અને આણંદ જેવા
શહેરોમાં સવારથી જ શાકભાજી બજારોમાં લોકોની ભીડ જોવા મળે છે. પરંતુ છેલ્લા ચાર
દિવસથી જે પ્રકારે સતત વરસાદ વરસી રહ્યો છે. તેની અસરથી નડિયાદ અને આણંદ જેવા
મુખ્ય શહેર અને ઉમરેઠ જેવા નાના શાકભાજીના બજારોમાં લોકોની અવરજવરમાં નોંધપાત્ર
ઘટાડો નોંધાયો છે.
બજારમાં છૂટક શાકભાજી વેચનારાઓના મતે
છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેથી નાસિક તરફથી આવતી શાકભાજીમાં ઘટાડો
થયો છે તે સાથે રોડ રસ્તે પાણી પથરાઈ ગયા છે. જેથી મહિલા વર્ગ તેમની સોસાયટી કે
ફળિયામાં લારીમાં આવતી શાકભાજી ખરીદી લે છે. જેથી બજારોમાં લોકોની અવર જવર ઓછી થઈ છે.