તમે સ્વાગત ઓન લાઈન ફરિયાદ નિવારણ બાબતે ઘણી વખત સાંભળ્યું હશે. પરંતુ ત્યાં કેવી રીતે પોતાની રજૂઆત કરવી અને તે સાથે સ્વાગત ઓન લાઈનની કાર્યપદ્ધિત વિશેની જાણકારી હોવી ઘણી જરૂરી છે.
સ્વાગત ઓન લાઈન કાર્યક્રમ ગુજરાત સરકારનો નવતર પહેલ સમાન હતી. જેને સારો પ્રતિસાદ મળ્યો છે. ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં લોકો સીધી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પોતાની રજૂઆત મોકલી શકે છે. આ પહેલને કારણે નાગરિકો અને મુખ્યમંત્રી વચ્ચે સીધો સંવાદ થાય છે.
ગાંધીનગરમાં દરેક મહિનાના ચોથા ગુરૂવારે રાજ્યના વહીવટી વડા મુખ્યમંત્રી પોતે
સામાન્ય લોકોની ફરિયાદો સાંભળો છે. આ કરેલી ફરિયાદોની નોંધણી થાય છે અને તે સાથે તેનું પ્રસારણ પણ કરવુામાં આવે છે. અને તેને સંબંધિત અધિકારી સુધી પહોંચાડવામાં આવે છે. આ ફરિયાદનો જવાબ આપવાની સમયમર્યાદા જે તે અધિકારી પાસે માત્ર બેથી ત્રણ કલાકની જ છે.
ઓન લાઈન સ્વાગત કાર્યક્રમ અંતર્ગત તે દિવસે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બપોરે ત્રણ વાગ્યા પછી મુખ્યમંત્રી તમામ સંબંધિત જિલ્લાઓ સાથે વિડીયો
કોન્ફરન્સ કરે છે. તમામ અરજદારોને એક પછી એક બોલાવાય છે. મુખ્યમંત્રી દરેક
ફરિયાદને ઉંડાણપૂર્વક તપાસે છે. જે તે વિભાગ દ્રારા મોકલાવાયેલી માહિતનું કલેક્ટર,
જિલ્લા વિકાસ અધિકારી, કે અન્ય સંબંધિત અધિકારી અરજદારની હાજરીમાં જ ઓનલાઈન
મૂલ્યાંકન કરાય છે.
પારંભિક તબક્કે રાજ્યમાં નાગરિકોના પ્રશ્નો તથા સમસ્યાઓના
નિવારણ માટે તાલુકા અને જિલ્લા કક્ષાએ સ્વાગત ઓન લાઈન કાર્યક્રમમાં રજૂઆત કરી
શકાય તેમ હતું. પરંતુ હવે રાજ્ય સરકાર દ્રારા આ અંગે વધુ સુધારો કરાયો છે અને જેથી ગામના લોકો
ગ્રામ્ય કક્ષાએ પોતાની સમસ્યાઓ અંગે રજૂઆત કરી શકે છે.
- સ્વાગત ઓન લાઈન કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો રજૂઆત અંગની અરજી સંબંધિત ગામના તલાટી કમમંત્રીને સંબોધી દર મહિનાની 1થી 10 તારીખ સુધીમાં મોકલવાની રહે છે. દસમી તારીખ બાદ મોકલાવેલી અરજી બીજા મહિનાના તાલુકા અને જિલ્લા સ્વાગત કાર્યક્ર્મમાં સુનાવણી થાય છે.
- જે અરજીની ગંભીરતાને પગલે તાલુકા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સુનાવણી થાય છે. અરજીઓને ત્રણ ભાગમાં વહેંચાય છે. ગ્રામ સ્વાગતમાં 1થી 10 તારીખ સુધી આવેલી અરજીઓને સંબંધિત મામલતદારોએ તાલુકા સ્વાગતમાં લેવાપાત્ર અરજી જિલ્લા કક્ષાના ક્ષેત્રમાં આવતી અરજી અને અન્ય રીતે હાથ ધરવા પાત્ર કે દફ્તરે કરવા પાત્ર થતી અરજી એમ ત્રણ ભાગમાં વહેંચી નિયમાનુસાર કાર્યવાહી કરવાની રહે છે.
- શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકો પોતાના પડતર પ્રશ્નોની રજૂઆત અંગેની અરજી સ્વાગત ઓન લાઈન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટરમાં કરી શકે છે.
- લોકો દ્રારા મહિનાની એક થી દસ તારીખમાં કરાયેલ અરજીઓની ડેટા એન્ટ્રી થાય છે. અને ઓન લાઈન કરેલ અરજી પર નંબર લખી અરજી જનરેટ થાય છે.
- સ્વાગત ઓન લાઈન પર જવા માટે અહીં ક્લિક કરો