ગણશોત્સવમાં
ગણેશજીની પ્રતિમાનુ સ્થાપન પ્રતિકાત્મક રીતે પણ કરવામાં આવે છે. જેમાં લોકપ્રિય વ્યક્તિત્વ તેમજ ઘટનાઓની ઝાંખી થાય છે.
વડોદરામાં ગણેશજી મોદી અને સચિનના રંગે દેખાયા તો દક્ષિણ ગુજરાતના વાપી શહેરમાં
ઉત્તરાખંડની સર્જાયેલી તબાહી ના દ્રશ્યોએ લોકોને હચમચાવી દીધાં તો સમાજોપયોગી થીમ ઉપયોગી બની રહી છે.
વાપી શહેરમાં
કુંભારવાડ ખાતે ગણેશજીની પ્રતિમાની સાથે ઉત્તરાખંડમાં
સર્જાયેલી તબાહીના દ્રશ્યોની ઝાંખી મુકવામાં આવી છે. જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર
બની ગયું છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં પ્રકૃતિએ એવુ દર્દ આપ્યુ છે.જેને
ક્યારેય ભૂલી શકાય તેમ નથી. પ્રકૃતિનો સૈલાબ હવે પીડિતોની આંખોમાં સૈલાબ બન્યો
હતો. આ તબાહીમાં કોઈએ પોતાના સંતાનો
ગુમાવ્યા તો કોઈના સેંથાનુ સિંદૂર ઉજડી ગયુ. વર્ષ 2013ના જુલાઈ મહિનાની 18મી
તારીખે ઉત્તરાખંડમાં આવેલી તબાહીએ અનેક લોકોનો ભોગ લીધો હતો આ તબાહીની અસર હજુ સુધી વર્તાઈ રહી છે
વાપી કુંભાર
વાડમાં છેલ્લા 18 વર્ષથી અચાનક મિત્ર મંડળ દ્રારા ગણેશજીની સ્થાપના કરવામાં આવે
છે. આ વખતે યુવાનોએ ઉત્તરાખંડમાં સર્જાયેલી તબાહી અને કુદરતના રૌદ્ર સ્વરૂપની
ઝાંખી કરાવાના ઈરાદે તબાહીના દ્રશ્યો સજીવન કરવાની કોશિશ કરી હતી.
તો બીજી તરફ વાપી શહેર ખાતે છરવાડા રોડ
સ્થિત રાજમોતી વિસ્તારમાં યુવાનો દ્રારા સમાજને ઉપયોગી થઈ શકાય તે હેતુથી અનોખી
કોશિષ કરવામાં આવી છે. ગણોશોત્વસ દરમ્યાન વિસ્તારના લોકોને મૃત્યુ બાદ પોતાની
આંખનું દાન કરવાનો સંકલ્પ કરાવી રહ્યાં છે. સમાજોપયોગી થીમ સાથે રાજમોતિ એપાર્ટમેન્ટમાં
ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. અહીં દર્શને આવતા ભક્તજનોને મૃત્યુબાદ
ચક્ષુદાન કરવાનો સંકલ્પ કરાવામાં આવી રહ્યો છે.
Tejas Desai, Reporter, Vapi
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com