ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ચરોતરવાસીઓ જરા સંભાળજો

જ્યારે કોઈ બેંકનો ખાતેદાર કોઈ પણ બેંકના એ.ટી.એમથી રૂપિયા ઉપાડે છે ત્યારે લોકો બેંકના ભરોસો માની લે છે કે એ.ટી.એમથી નીકળતી બધી જ નોટ અસલી હોય છે. પરંતુ નડિયાદમાં અસલી નકલી ચલણી નાણાંથી પણ વધારે ચિંતાજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

નડિયાદ ખાતે પ્રિતેશભાઈ નામના વ્યક્તિએ જરૂરી કારણોસર અચાનક માતબર રકમ ઉપાડવાની ફરજ પડી હતી. જેથી તેઓ શુક્રવારે બપોરે નડિયાદ રેલ્વે સ્ટેશન પાસે આવેલી એસ.બી.આઈ બેંકની મુખ્ય શાખાના એ.ટી.એમ ખાતે ગયા હતા. જ્યાં તેમણે 40 હજાર રૂપિયા બેંક એ.ટી.એમથી ઉપાડ્યાં હતા. જ્યારે તેમને એ.ટી.એમથી નીકળેલી એક હજારની નોટોનું કાઉન્ટીંગ શરૂ કર્યું ત્યારે તેમનો જીવ તાળવે બંધાઈ ગયો હતો. કાઉન્ટીગ વખતે તેમને ખબર પડી કે એક હજારની બે નોટો અધુરા છાપકામ વાળી છે. જેમાંથી એક નોટમાં છાપકામ દેખાતુ નથી. તો બીજી નોટમાં એક ભાગમાં જ છાપકામ થયેલું હતું. જેથી આ બાબતે તેમણે બેંક મેનેજરને ફરિયાદ કરી હતી.



જોકે પ્રારંભિક તબક્કે પ્રિતેશભાઈને ઘણી તકલીફ પડી હતી. પરંતુ આ બાબતે વાત-વિવાદ થતાં બેંક મેનેજરે લેખિત ફરિયાદ લઈને યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી. આ પ્રકારની ફરિયાદો ગુજરાતમાં અન્ય પંથકોમાં પણ ભુતકાળમાં ઉઠવા પામી છે. ચાલુ વર્ષે મે મહિનામાં તલોદમાં એક વેપારી પાસે રૂ.100ના મૂલ્યની ચલણી નોટની એકબાજુ તેનો નંબર છપાયો ન હતો, પંરતુ તેની પાછળના ભાગે નંબર યોગ્ય જગ્યાને બદલે નોટની વચ્ચે આડો અંકિત થયેલો જોવા મળ્યો હતો.

સામાન્ય રીતે રીર્ઝવ બેંક દ્વારા ચલણમાં મુકાતી વિવિધ મૂલ્યની નોટનું છાપકામ થયા બાદ તેની ચકાસણી થતી હોય છે તેમ છતાં આ પ્રકારની ભુલો દેખાય તે કામગીરી પર સવાલ ઉઠાવનારા કિસ્સા બની રહે છે. પરંતુ નડીયાદમાં ઉજાગર થયેલા કિસ્સાથી એસબીઆઈ  અને આરબીઆઈ બન્નેની કામગીરી પર સવાલ ઉઠે છે. 

Bhavesh Sharma, Nadiad, Reporter
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |