ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ચરોતર કોંગ્રેસે જેમ તેમ કરી ઈજ્જત સાચવી

ડી.જી વણઝારાના રાજીનામા પત્ર બાદ ગરમાયેલા વાતાવરણનો લાભ લેવા માટે ગુજરાત કોંગ્રેસ દ્રારા આપવામાં આવેલા બંધના એલાનને આણંદ જિલ્લામાં અત્યંત મોળો પ્રતિસાદ મળ્યો છે. તારાપુર અને કોંગ્રેસના થોડા ગઢ સિવાય ક્યાંય કશુંજ બંધ રહ્યું નથી.

કોંગ્રેસે હાઈ-વે ઉપર ઠેર ઠેર ચક્કાજામની કોશિશ કરી હતી.જિલ્લાના મહત્વના વેપારી મથક આણંદ શહેરમાં બંધની સહેજપણ અસર દેખાઈ ન હતી. આ ઉપરાંત અમારા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહેરના જોડતા મુખ્યમાર્ગ ખાતે  અંધારીયા ચોકડીથી આગળ કોંગ્રેસના કાર્યકરો દ્રારા બાવળને કાપીને રોડ પર રાખવામાં આવ્યો હતો. જેથી વાહન વ્યવહાર અટવાઈ જાય પરંતુ જો કે તેની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે રસ્તા વચ્ચે પડેલા બાવળને હટાવી લેવામાં આવ્યું હતું.

સવારથી રાબેતા મુજબ બજાર ખુલી ગયું હતું. અને શાળા કોલેજો તથા બસ મથકો પણ ધમધમતા રહ્યા હતાં. જોકે કોંગ્રેસે બરાબર બપોરે બાર વાગ્યે જિલ્લા પ્રમુખ કાંતિ સોઢા પરમારની આગેવાની હેઠળ એક વિશાળ રેલી કાઢી હતી. જે દરમ્યાન કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્રારા પોલીસ સમક્ષ મુખ્યમંત્રીનું પૂતળું બાળીને વિરોધ પ્રગટ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત રેલી દરમ્યાન ગ્રીડ ચોકડીથી નવા બસ મથક પાસે દુકાનદારોને બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી. તે દરમ્યાન પોલીસે તમામ કાર્યકરોની ધરપકડ કરી હતી.



જ્યારે આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં કોંગ્રેસના સેંકડો કાર્યકરો એકત્ર થઈ ગયા હતા. અને તેમમે વિશાળ ઝુલુસ કાઢ્યું હતું. અને ચક્કાજામ કર્યો હતો. બનાવને પગલે પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. અને તેમણે કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ ઉપરાંત આંકલાવ શહેરમાં પણ કોંગ્રેસે જબરજસ્ત પ્રદર્શન કર્યું હતું. અને ભ્રષ્ટ શાસકો સામે પગલાં લેવા માંગ કરી હતી.

આ સિવાય ઉમરેઠ, પેટલાદ, સોજિત્રા અને ખંભાતમાં  બંધની કોઈ અસર જણાઈ ન હતી. તારાપુર ખાતે ત્રીસ ટકા જેટલી દુકાનો બંધ રહેવા પામી હતી. તે સિવાય વાહન વ્યવહાર અને શાળાઓમાં કાર્ય રાબેતા મુજબ ચાલુ રહેવા પામ્યાં હતાં.

કોંગ્રેસ દ્રારા વાસદ પાસે વીટકોસ સીટી બસ ઉપર હુમલો કરી તેના કાચ તોડવામાં આવ્યા હતાં .અને અડાસ પાસે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નાવલી નજીકના અંધારીયા ચકલા પાસે એક વૃક્ષ કાપી નાંખી રોડ ઉપર મુકી દઈ વાહનો રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આણ કહી શકાય કે આણંદ જિલ્લામાં બંધના પગલે ગરમાગરમી જોવા મળી પરંતુ બંધના સમર્થનમાં લોકો જોડાયા નથી. 

ખેડા જિલ્લાના મુખ્ય શહેર નડિયાદમાં સવારે સંતરામ બજાર તેમજ અન્ય ઠેકાણે કોંગ્રેસના કાર્યકર્તાઓને બજારો બંધ કરાવામાં  સફળતા મળી હતી પરંતુ આ  બાબતની જાણ ભાજપના કાર્યકર્તાઓ અને અગ્રણી નેતાઓને થતાં તેઓ રોડ પર ઉતરી આવ્યા હતા. આ બાબતે વધુ વાંચો. ક્લિક કરો.

Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |