અંકુર પટેલ હત્યા કેસ મામલે પોલીસે છ લોકોની અટકાયત કરી છે અને હજુ મુખ્ય આરોપી ફરાર છે જેની શોધખોળ ચાલી રહી છે.
પાંચમી સપ્ટેમ્બરે આણંદ નજીક એસ.કે સિનેમા ખાતે અંકુર પટેલ અને તેના મિત્રો પર નાનકડી બાબતે હુમલો થયો હતો. જેમાં થિયેટરમાં સિસોટી ન મારવા બાબતે આપેલી સલાહને કારણે વાત અથડામણ સુધી પહોંચી ગઈ હતી. જેમાં યુવક અંકુર પટેલનું મોત નિપજ્યું હતું. જોકે ત્યાર બાદ પોલીસ તપાસને લઈને અનેક સવાલો ઉઠી રહ્યાં હતા. જોકે પ્રજાનો આક્રોશ વધી જતાં તપાસના ચક્રો ગતિમાન બન્યા હતાં જેના ફળસ્વરૂપ આજે પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી લીધી છે જોકે મુખ્ય આરોપી સ્થાનીય કોર્પોરેટર મહેશ વસાવા હજું પણ ફરાર છે. મનાઈ રહ્યુ છે કે આ કોર્પોરેટર મહેશ વસાવા અંડરગ્રાઉન્ડ જતા રહ્યાં છે જેથી તેની શોધખોળમાં સમય લાગી રહ્યો છે.