
મળતી માહિત મુજબ,
અમદાવાદના જોધપુર ચાર રસ્તા પાસે આવેલી એસબીઆઇ
બેન્ક પાસે એક પેટ્રોલપંપના મેનેજર પાસેથી બંદુકની અણીએ રૂ. 36 લાખની લૂંટ ચલાવતા
સમગ્ર અમદાવાદમાં ચકચાર મચી ગઈ છે. ડી માર્ટ પાસે આવેલા સૈનિક પેટ્રોલ પંપના
મેનેજર પ્રતિક પટેલ બેન્કમાંથી 36 લાખ રૂપિયાની રોકડ લઈ બહાર આવતાં હતા ત્યારે બે
બૂકાનીધારી લૂંટારું ત્રાટક્યા હતા. તેમણે પ્રતિકને માર મારી બંદુકની અણીએ લૂંટ
ચલાવી હતી. જોકે આ ઘટના બાદ પોલીસે શહેરમાં નાકાબંધી ગોઠવી દીધી છે. અને ફરિયાદ
નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.