દક્ષિણ ગુજરાતમાં એક ગામના ફળિયામાં સમાધાન
કરવા ગયેલા મહિલા સરપંચ, માજી સરપંચ તેમજ અગ્રણી યુવક પર જીવલેણ હુમલો થતાં પોલીસ
બંદોબસ્ત ખડકી દેવાની ફરજ પડી હતી. વિફરેલા ટોળાંએ મહિલા સરપંચની પણ શરમ ભરી ન હતી. સરપંચ, માજી સરપંચના બચવા માટે આવેલો લોકોને પણ ટોળાં ઢોર માર્યો હતો. જેમાં છ લોકોને ઈજા પહોંચી છે.
મળતી માહિતી મુજબ, દક્ષિણ ગુજરાતમાં આવેલા
વાપી શહેર નજીક આવેલા કોચરવા ગામે થોડા દિવસો અગાઉ ઝઘડો થવા પામ્યો હતો. જેના
સમાધાન માટે ફોન કરીને ગામના મહિલા સરપંચ, માજી સરપંચ અને અગ્રણી લોકોને ફળિયામાં
સમાધાન હેતુ શુક્રવારની રાતે બોલવામાં આવ્યા હતા. જેથી ઝઘડાનું સમાધાન થાય અને
ગામમાં શાતિ પ્રસરે તે હેતુથી સરપંચ, માજી સરપંચ અને અગ્રણી લોકો ગયા હતા. પરંતુ
ફળિયામાં પહોંચતાની સાથે જ તેમની ઉપર જીવલેણ હુમલો ટોળાંએ કરી દીધો હતો. જેની
તેમના બચાવનો કોઈ માર્ગ બચ્યો ન હતો. આ હુમલો લોખંડના સળિયા તેમજ હોકી દ્રારા
કરવામાં આવ્યો હતો. જેમાં ગામના મહિલા સરપંચ કુસુમબેન પટેલ, માજી સરપંચ ઈશ્વરભાઈ
પટેલ તેમજ શરદભાઈ પટેલ સહિત અન્ય લોકોને ઈજા પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક
હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. જેમાંથી બે વ્યક્તિને મુંબઈ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી.
જોકે મળતી માહિતી મુજબ, જ્યારે સરપંચ,
ઉપસરપંચ અને અગ્રણી ફળિયામાં પહોંચ્યા તેની સાથે જ હુમલો શરૂ થઈ ગયો હતો. જેથી
ગભરાઈને માજી સરપંચે મદદ માટે અમુક લોકોને બોલાવી દીધા હતા. આ હુમલા અંગેની જાણ
થતાં જ મદદે અમુક લોકો આવી પહોંચ્યા હતાં. અને સરપંચ,માજી સરપંચને છોડાવાનો
પ્રયત્ન કર્યો હતો. જે વ્યક્તિઓ બચાવા માટે આવ્યાં હતાં તેમને પણ ભારે ઈજાઓ પહોંચી
હતી. જેથી સરપંચ, માજી સરપંચ સહિત અન્ય ચાર વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ
ખસેડવાની ફરજ પડી હતી.
જોકે આ ઘટનાની જાણ થતાં જ પોલીસતંત્ર
તુરંત સક્રિય બની ગયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કાફલો ખડકી
દેવામાં આવ્યો હતો. શનિવારે એફ.એસ.એલના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. જેમાં ઘટનાસ્થળથી મરચાંની ભુકી સહિત અનેક અન્ય
વસ્તુઓ મળી આવી છે. જોકે પોલીસે આ મામલે 15 વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ હુમલો ગત ચૂંટણીની અદાવતને ધ્યાને રાખીને કરવામાં આવ્યો હતો.
Tejas Desai, Reporter, Vapi