બોરસદ તાલુકાના ચૂવા ગામની સીમમાં આઘેડ વયની વ્યક્તિની થયેલી અત્યંત ક્રૂર હત્યાએ લોકોને હચમચાવી દીધા હતા. આ પ્રકારે હત્યા કરવા
પાછળના કારણો શોધવા પોલીસ સક્રિય બન્યું છે. પોલીસને શંકા છે કે જે પ્રકારે માથાના
ભાગે બોથડ પ્રદાર્થ મારવાની સાથે ગુપ્તાંગ કાપીને હત્યા કરવામાં આવી છે. તેને જોતા
લાગી રહ્યું છેકે હત્યાનું મુખ્ય કારણ આડા સંબંધ હોઈ શકે.
મળતી માહિતી મુજબ, બોરસદ તાલુકાના ચૂવા
સીમે આધેડ વ્યક્તિની લાશ પડી છે તેવી માહિતી સ્થાનિય લોકો તરફથી બોરસદ ગ્રામ્ય
પોલીસને મળી હતી. જેથી પોલીસ સવારે ઘટનાસ્થળે પહોંચી હતી. અને પંચનામું કરીને
લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી. તે સાથે મૃતકની ઓળખ થઈ જતાં પરિવારજનોને પણ જાણ કરી દેવામાં આવી હતી. બાવન વર્ષીય મૃતકનું નામ કીરીટભાઈ રાવજીભાઈ પટેલ છે. જેમનો મૃતદેહ
શનિવારે સવારે ઝારોલાથી ચૂવા ગામ તરફ જતાં રોડની નજીક આવેલા ખેતરમાં મળી આવ્યો
હતો.
પોલીસના મતે
મૃતકને માથાના ભાગે ઘા છે જે માટે બોથડ પ્રદાર્થનો હથિયાર તરીકે ઉપયોગ થયો છે. આ ઉપરાંત અત્યંત
ક્રૂર રીતે ગુપ્તાંગ કાપી નાખવામાં આવ્યું છે જેનાથી પોલીસને શંકા છે કે આડા સંબંધને
કારણે જ આ હત્યા થઈ છે. અને તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ
ઉપરાંત એફ.એસ.એલ તથા ડોગ સ્કવોડ અને ફીંગર પ્રિન્ટ નિષ્ણાંતની પણ મદદ લેવામાં આવી
છે. પોલીસના અનુમાન મુજબ બેથી વધુ વ્યક્તિઓએ આ હત્યા કરી હોવાનું લાગી રહ્યું છે.
અને ટુંક સમયમાં જ ભેદ ઉકેલાઈ જશે.
Ranjitsinh Parmar, Reporter, Borsad
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com