ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કેવો રાજનૈતિક દાવ ખેલશે તે વિરોધીઓને સમજવો હમેશા ભારે પડે છે. તેવો જ એક દાવ જન્મદિને ખેલવા જઈ રહ્યાં છે. જે એક કાંકરે બે પક્ષી સમાન બની રહેશે.
આ રણનીતિના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જન્મદિને મીની સદ્દભાવના કરવા જઈ રહ્યાં છે. જોકે આ સદ્દભાવનામાં ભારે સંખ્યામાં લધુમતિઓ આવશે, અંદાજે એક લાખ જેટલા મુસ્લિમ સમુદાયના લોકો આ મીની સદ્દભાવનાને ચાંદ ચાર લગાવી દેશે તેમ સુત્રો જણાવી રહ્યાં છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી આ વખતે તદ્દન અલગ હશે. જેનો મુખ્ય હેતુ આગામી લોકસભા ચૂંટણી ને ધ્યાને રાખી જન્મદિનની ઉજવણી કરવાનો છે. જે કારણોસર આ દિવસે અંદાજે એક લાખ મુસ્લિમો જોડાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને ભાજપ લધુમતિ મોરચો અંદાજે એક લાખ મુસલમાનોને જોડીને મોદીને જન્મદીનની ભેટ આપવા જઈ રહ્યું છે.જોકે જાણકારો આ પ્રકારના આયોજનને રાજકીય સ્ટંટ માને છે. પરંતુ ખરી સદ્દભાવના ત્યારે જોવા મળશે જ્યારે લોકસભાની ચૂંટણી વખતે ટીકીટની ફાળવણીની પ્રક્રિયા ભાજપ તરફથી શરૂ થશે. ત્યારે જોવાનું રહેશે કે ભાજપમાં મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા વધે છે કે ઘટે છે.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com