દેશમાં લોકપ્રિય બનેલ નોકિયા મોબાઈલ કંપનીને માઈક્રોસોફ્ટ ખરીદવા જઈ રહી છે. જેની કિંમત 5.44 બિલિયન યૂરો આંકવામાં આવી છે. આ અંગ બન્ને વચ્ચે સમજૂતી કરાર પુરા થઈ ગયા છે.
મળતી માહિતી મુજબ , માઇક્રોસોફટ કંપની પોતાના
વેપારને વધારવા માટે નોકિયા મોબાઇલ ફોન કંપનીને ખરીદવાની જાહેરાત કરી છે.
માઇક્રોસોફ્ટ 5.44 બિલિયન યૂરોમાં નોકીયાને ખરીદશે. ખરીદવાની ડીલ પુરી થયા બાદ
માઇક્રોસોફ્ટ કંપનીના સીઇઓ તરીકે સ્ટીફન ઇલોપ આ પદભાર સંભાળશે. આ અંગે બન્ને વચ્ચે
સમજૂતી કરાર પુરા થઇ ગયા છે.
માઇક્રોસોફ્ટને નોકિયાના ડિવાઇસ અને
સર્વિસેઝ માટે 3.79 અરબ યૂરો જ્યારે કંપની પેટન્ટ માટે 1.65 અરબ યુરોની ચુકવણી
કરવી પડશે. નોકીયા અને માઇક્રોસોફ્ટ વચ્ચેની આ સમજૂતી 2014ના પહેલા ત્રિમાસિક ગાળા
દરમિયાન પૂર્ણ કરવામાં આવશે. જો કે આના માટે નોકિયાના શેર હોલ્ડર, રેગ્યુલેટરી એપ્રુવલ તેમજ બીજી અમુક શર્તોને પણ પુરી કરવી પડશે.
નોકિયા અને માઇક્રોસોફ્ટ વચ્ચે આ પહેલા
ફેબ્રુઆરી 2011માં ભાગીદારી સંબંધી ડીલ થઇ હતી. આ નવા કરાર પ્રમાણે નોકિયાના લગભગ
32 હજાર કર્મચારીઓ માઇક્રોસોફ્ટમાં ટ્રાન્સફર થશે. માઇક્રોસોફ્ટના હાલના સીઇઓએ આ
કરારથી કર્મચારીઓ, શેર હોલ્ડર અને વપરાશકર્તાઓને જરૂરથી
ફાયદો થશે એમ જણાવ્યું હતું.