આજે ગુરૂવારે 5મી સપ્ટેમ્બરના રોજ રાજ્યસભા શરૂ થવાની સાથે જ ડી.જી વણઝારાના રાજીનામા પત્રને મામલે ચર્ચા થવી જોઈએ તે બાબતે મુદ્દો ઉઠાવીને એસપી અને જેડીયુના સાસંદોએ ચર્ચાની માંગણી કરી હતી. તેમના મતે ગુજરાત સરકારના ઈશારે આ એકાઉન્ટર થયા હોવાનું આ વણઝારાનો પત્ર સુચવી રહ્યો છે. અને તે બાબતે ચર્ચા થવી જોઈએ જ્યારે સ્પીકરે જણાવ્યું હતું કે આ મામલે તપાસ થઈ રહી છે જેથી તેની ચર્ચા રાજ્યસભામાં ન થઈ શકે .જેથી નારાજ થયેલા એસપી અને જેડીયુના સાંસદોએ વોકઆઉટ કર્યું હતું.
ઉલ્લેખનીય છેકે ડી.જી વણઝારાએ જ્યારે દસ પાનાનો રાજીનામું લખીને આપ્યું હતું ત્યારે રાજ્ય સરકાર સહિત કેન્દ્રીય રાજનીતિમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો. તે વખતે શું પરિસ્થતિ સર્જાઈ હતી તે વાંચવા માટે ક્લિક કરો..
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com