ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

શિક્ષકદિને ધારાસભ્યનો પાલિકાને પાઠ

આજે શિક્ષક દિને જાણ ઉમરેઠના  ધારાસભ્ય જયંભાઈ બોસ્કી નગરપાલિકાને પાઠ ભણાવાના ઈરાદે અનસન પર બેસી ગયા છે. પ્રજાજનો પાલિકાના કામકાજ તેમજ વારંવાર ઉજાગર થઈ રહેલા કૌભાંડથી ત્રસ્ત હતી. જેથી પાલિકાના  વિરોધમાં ધારાસભ્ય અનસન ઉપર બેઠા છે. અને  તે સાથે અનસન રેલીનું પણ આયોજન કર્યું હતું.



ઉમરેઠ પાલિકા વર્ષ 2012માં માટી અને વર્ષ 2013માં સિમેન્ટના કારણ ચર્ચામાં રહેવા પામી છે. જેથી આ બેહિસાબી કૌભાંડોથી કંટાળેલી પ્રજા સતત વિરોધ નોંધાવતી આવી છે પરંતુ આ વખતે ઉમરેઠના ધારાસભ્યને પણ અનસનનો સહારો લઈને વિરોધને મજબૂત કરવાની ફરજ પડી છે.



ઉલ્લેખનીય છેકે ચાલુ વર્ષ ઓગષ્ટ મહિનામાં  આણંદ જિલ્લાની ઉમરેઠ નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર તથા શહેર ભાજપ પ્રમુખ અને એપીએમસીના ચેરમેનના મેળાપીપણામાં વર્ષ ૨૦૧૧માં પુરવઠા વિભાગ પાસેથી નગરપાલિકાના બનાવટી સહી સિક્કા બનાવીને સસ્તા દરે સિમેન્ટ ખરીદીને ઊંચા ભાવે બજારમાં વેચી દેવાનું કૌભાંડ બહાર આવતા હાલના ચીફ ઓફિસરે કલેક્ટરના આદેશ અનુસાર ઉમરેઠ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા આ બાબતની વધુ તપાસ આણંદના પ્રોબેશ્નલ ડીવાયએસપી ફાલ્ગુની પટેલને સોંપવામાં  આવી હતી અને ત વખતે  જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો.


આ ઉપરાંત વર્ષ 2012માં એપ્રિલ મહિના દરમ્યાન  ઉમરેઠ નગરપાલિકા હસ્તકના તળાવોમાંથી ગેરકાયદેસર રીતે માટી ઉપાડીને પોતાનાં મળતિયાઓને બારોબાર ખાનગી ઉપયોગમાં આપી દેવાતાં ભારે હોબાળો મચી ગયો હતો. આ અંગે જાગૃત નાગરિકોએ ઉમરેઠ મામલતદાર, ચીફ ઓફિસર, પોલીસ, ખાણ-ખનિજ વિભાગનું ધ્યાન દોરવા છતાં અધિકારીઓએ આંખ આડા કાન કરી દેતાં નગરજનોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઈ હતી

ફોટો - ઈમરાન કાઝી, દાતાશ્રી રિતેષ પટેલ
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |