
દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા પાંચ
રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી પોતાનો પીએમ પદનો ઉમેદવાર
નક્કી કરી લે તેવી ઈચ્છા આરએસએસ સેવી
રહ્યું છે. તો બીજી તરફ આ બાબતે ભાજપામાં અનેક મતમતાંતર પ્રવર્તી રહ્યાં છે.
મળતી માહિતી મુજબ, ભાજપના નેતાઓ ગુજરાતના
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પીએમ પદ માટે જાહેર કરવામાં આવે તેનો વિરોધ કરી
રહ્યાં નથી પરંતુ તેમને ડર છેકે પાંચ
રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા લોકસભાની ચૂંટણીમાં પીએમ પદના ઉમેદવાર તરીકે
નરેન્દ્ર મોદીનું નામ જાહેર કરી દેવામાં આવશે તો તેની અસર રાજ્યોની વિધાનસભાની
ચૂંટણીઓમાં થઈ શકે છે.
જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાય રહી
છે તેમાં ચાર હિન્દી ભાષી રાજ્ય છે અને એક
ઉત્તર પૂર્વી રાજ્યમાં છે. મોદીના નામની
વિપરિત અસર રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓમાં થશે તો તેની અસર લોકસભાની ચૂંટણીઓમાં
થશે.
ઉલ્લેખનીય છે કે
આરએસએસના નેતા ભૈયાજી જોશીએ શનિવારે મોડી રાત્રે બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ
અડવાણી અને બીજા અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
News Published By CNA TEAM, For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com