
આરટીઆઈ સુધારા બિલ 2013ની આજે ચર્ચા થવાની છે. જેમાં રાજનૈતિક પાર્ટીઓને આર.ટી.આઈ એક્ટમાંથી બાકાત રાખવામાં આવે તે બાબતે બધીજ રાજનૈતિક પાર્ટીઓનો એકમત જોવા મળશે તેમ કહેવાય રહ્યું છે.
તો બીજી તરફ રાજ્યસભામાં આજે લોકસભામાંથી પાસ થયેલ ફૂડ સિક્યોરીટી બિલ પર ચર્ચા થશે. ઉલ્લેખનીય છેકે 13મી ઓગષ્ટના રોજ આરટીઆઈ એક્ટમાં સંશોધન અંગે ચર્ચા થવાની હતી પરંતુ તે દિવસે અચાનક યુપીએ ચેરપર્સન સોનિગા ગાંધીના જમાઈ રોબર્ટ વાઢરાએ હરિયાણામાં કરેલા જમીન સૌદાનો મુદ્દે સંસદના બન્ને ગુહોમાં હોબાળો થયો હતો. જેથી બન્ને ગૃહો સ્થિગત કરવાની ફરજ પડી હતી. જેથી આરટીઆઈ બિલ ટલ્લે ચઢી ગયું હતું.
આજે પેટ્રોલ અને ડિઝલના ભાવે બન્ને ગૃહોમાં હોબાળો મચ્યો હતો. જેથી બન્ન ગૃહો સ્થગિત પણ કરવામાં આવ્યા હતાં. જેમાં પેટ્રોલ પંપ રાતે બંધ રાખવાનો નિર્ણય ફગાવામાં આવ્યો હતો જે પ્રસ્તાવ પેટ્રોલિયમ મંત્રીએ આપ્યો હતો. જેથી હોબાળો મચી જવા પામ્યો હતો. જેમાં લોકસભા બે વાગ્યા સુધી સ્થગિત થઈ હતી.જ્યારે રાજ્યસભા પંદર મિનિટ વાગ્યા સુધી સ્થગિત થઈ હતી. પરંતુ જ્યારે ફૂડ સિક્યોરીટી બીલ અંગે રાજ્યસભામાં ચર્ચા શરૂ થઈ ત્યારે ફરી ત્યાં હોબાળો થતાં તેને બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
રાકેશ પંચાલ રરાકે
News Published By CNA TEAM, For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com