ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

સરકારી હોસ્પિટલનું સરકારી વલણ આપે છે ત્રાસ

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં ફિઝીશીયન તબીબનો અભાવ છે. દિવસને દિવસે વધી રહેલી  અસુવિધાને કારણે નડિયાદ સિવિલ હોસ્પિટલ પ્રત્યે લોકોમાં રોષ વ્પાપી રહ્યો છે.


ખેડા જિલ્લાની નડિયાદ સિવિલ હોસ્પિટલ ગરીબ તેમજ મધ્યમવર્ગના દર્દીઓ માટે એકમાત્ર સહારો છે. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારી ટ્રીટમેન્ટ મળશે તે આશાથી જિલ્લાના વિવિધ વિસ્તારોથી લોકો આવે છે. સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળવાપાત્ર છે. જેથી ગરીબવર્ગ વધારે આવતો હોય છે. હોસ્પિટલ પ્રશાસનને જાણે ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓની કોઈ દરકાર ન હોય તેવી ફરિયાદો ઉઠવા પામી છે. 

લોકોના જણાવ્યાં અનુસાર, નોકરી સમયે હોસ્પિટલ સ્ટાફ ફોન પર વ્યસ્ત જોવા મળે છે. જેથી અમુક વખતે દર્દીઓને તેનો જવાબ સાંભળવા માટે રાહ જોઈને બેસી રહેવું પડે છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં સિવિલ હોસ્પિટલમા કાયમી ફિઝીશીયનની નિયુક્તિ કરવામાં આવી નથી. જેથી દૂરથી આવતા દર્દીઓને અમુક વખતે  સારવાર વિના પરત જવાની ફરજ પડે છે. અને નાછૂટકે પણ પ્રાઈવેટ હોસ્પિટલની તિજોરી ભરવી પડે છે.  જેથી લોકોની માંગ ઉઠી છે કે કાયમી ફિઝીશીયનની નિયુક્તિ સત્વરે કરવામાં આવે. સિવિલ હોસ્પિટલના અમુક કેસ અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવે છે. 

કહેવામાં આવી રહ્યું છેકે હાડકા, ચામડી, હાર્ટ, કીડની, માનસિક બિમારી, જેવા ગંભીર રોગોના દર્દીઓને સારવાર કરી શકે તેવા ડોક્ટરનો અભાવ છે. જેથી આ પ્રકારના કેસને  અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તો જાગૃત નાગરિકો જણાવી રહ્યાં છે કે મોટાભાગની સારવાર નડિયાદ સિવિલ હોસ્પિટલમાં શક્ય બનતી નથી. અને જે રોજિંદી સારવાર શક્ય બની શકે છે તેમાં પણ ફિઝીશીયન ડોક્ટરનો અભાવ વર્તાઈ રહ્યો છે .આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના કર્મચારીઓનું કામકાજમાં દેખાતું સરકારી વલણ દર્દીઓને નિરાશ કરે છે. 

જેથી વર્તમાન સમયમાં ગ્રામીણ ક્ષેત્ર તેમજ નડિયાદ શહેરમાં ડોક્ટરની તિજોરીઓમાં આવક બમણી થઈ ગઈ છે. સરકારી હોસ્પિટલોથી નિરાશ થઈ રહેલા પંથકવાસીઓને નાછૂટકે પ્રાઈવેટ હોસ્પિટલમાં વધારે રૂપિયા આપીને પણ્ સારવાર લઈ રહ્યાં છે. જ્યારે અત્યંત ગરીબ અને યોજના હેઠળ આવતા દર્દીઓને શારિરીક પીડા સહન કરીને પણ કડવું સત્ય સહન કરવું પડે છે.  
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |