ભારતના મોટાભાગના લોકો હિંદીને પોતાની
રાષ્ટ્રભાષા માને છે. દેશની મોટાભાગના લોકો હિંદી સમજે છે અને અડધો અડધ વસ્તી
હિંદી બોલે છે. આઝાદીના અનેક દાયકાઓ બાદ સત્ય બહાર આવ્યું છેકે હિંદી દેશની રાષ્ટ્રભાષા
નથી.
પહેલી આરટીઆઈમાં થયેલો ખુલાસો
લખનૌના આરટીઆઈ કાર્યકર્તા ઉર્વશી શર્માને
ગૃહમંત્રાલય દ્રારા મળેલી માહિતી મુજબ ભારતીય બંધારણના અનુસંધાન 343 મુજબ હિંદી
ભારતની રાજભાષા એટલે કે રાજકીય કામો કરવા માટેની ભાષા માત્ર છે. ભારતીય બંધારણમાં
રાષ્ટ્રભાષાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
બીજી આરટીઆઈમાં થયેલો ખુલાસો
વર્ષ 1947થી 2013 સુધી દેશમાં
હિંદીના પ્રચાર અને પ્રસાર અંગે જાણકારી મેળવવા માટે ઉર્વશી શર્માએ આરટીઆઈ કરી
હતી. વિદેશ મંત્રાલયના નિર્દેશક મનીષ પ્રભાત દ્રારા 21 ફેબ્રુઆરીએ ઉર્વશી શર્માને એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષ 1947થી 1994 સુધી હિંદી ભાષા માટે થયેલો પ્રચાર અને પ્રસાર અંગેની માહિતી સરકાર પાસે નથી. ઉર્વશીએ જણાવ્યું હતું કે હિંદીના નામ પર મસ્ત મોટા ભાષણો આપનારી ભારત સરકાર પાસે 36 વર્ષ સુધી હિંદીના પ્રચાર અને પ્રસાર કેટલો થયો તેની માહિતી નથી.
ભારત સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ, નાણાંકીય વર્ષ 1984-85થી વર્ષ 2012-13 સુધી હિંદીના વિકાસ માટે મોટા પ્રમાણમાં ખર્ચો કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2007-08માં રૂપિયા 68,54,8000નો ખર્ચો કરવામાં આવ્યો છે. જ્યારે ચાલુ વર્ષે 50,00,000નો ખર્ચ થઈ ચૂક્યો છે.
બીજી આરટીઆઈ અરજીએ કરેલી યાત્રા
આરટીઆઈ કાર્યકર્તા માટે હિંદી ભાષા માટે ભારત સરકાર દ્રારા કરવામાં આવેલો નાણા ખર્ચની માહિતી મેળવવી સરળ ન હતું. આ બાબતની આરટીઆઈ અરજી એક ટેબલથી બીજા ટેબલે ફરી રહી હતી. આ અરજી પ્રધાનમંત્રી કાર્યાલયથી ગૃહમંત્રાલયના રાજભાષા વિભાગમાં,
રાજભાષાથી માનવ સંશાધન વિકાય મંત્રાલય અને માનવ સંશાધન વિકાસ મંત્રાલય તરફથી
કેન્દ્રીય હિંદી સંસ્થાન આગ્રા, કેન્દ્રીય હિંદી સંસ્થા મહેસૂરના માહિતી અધિકારીઓ
પાસે પહોંચી હતી. ઉર્વશી શર્માએ જણાવ્યું હતું કે એ દુર્ભાગ્ય કહેવાય કે હિંદીના
નામ પર મોટી મોટી વાતો કરનારી ભારત સરકાર આરટીઆઈ
અરજીના સાત મહિના પછી પણ દેશમા હિંદી પ્રચાર, પ્રસાર અંગે જાણકારી આપી શકી ન હતી. તેમની અરજી માત્ર એક મંત્રાલયથી બીજા મંત્રાલયમાં સ્થળાંતર કરવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયના નિર્દેશક મનીષ પ્રભાત દ્રારા 21 ફેબ્રુઆરીએ ઉર્વશી શર્માને એક પત્ર લખવામાં આવ્યો હતો.
ભારત સરકારના આ ખુલાસાથી ઉર્વશીને મોટો ઝટકો લાગ્યો છે અને તેમને હિંદીને રાષ્ટ્રભાષાનો દરજ્જો અપાવવા અને દેશ વિદેશમાં હિંદીનો ફેલાવો કરવા માટે પ્રયત્નો શરૂ કરવાનો સંકલ્પ કર્યો છે.