ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

શિક્ષક દિને મોદીનો ઘટસ્ફોટ !!

આજે શિક્ષક દિને ગુજરાતના મુખ્યમંત્રીએ એક બાળકના સવાલમાં આપેલા જવાબે અનેક લોકોને મુંઝવણમાં મુકી દીધા છે. હવે ગણતરીના દિવસોમાં મોદીને લઈને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેરાત થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે તેવી પરિસ્થિતિમાં મોદીનો જવાબ અનેક સવાલો પેદા કરે છે.


આજે શિક્ષક દિન વખતે ગાંધીનગર ખાતે યોજાયેલ શિક્ષક દિનના વિશેષ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને રાજયપાલ એકસાથે એકમંચ પર દેખાયા ત્યારથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. અને લોકાયુક્તના વિવાદ બાદ પહેલી વખતે એકમંચ પર બન્ને દેખાયા હતા. જેથી સૌ કોઈની નજર હતી.

પરંતુ આજે  ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક સમયથી ચર્ચાઈ રહેલા એક પ્રશ્નનો જવાબ આજે બાળકના પ્રશ્નના જવાબમાં આપી દીધો છે. દરેક ટીવી ચેનલો, સમાચારપત્રો તેમજ ખ્યાતનામ પત્રકારો અનેક વખત મુદ્દોને સતત પ્રધાનમંત્રી પદ માટેના ઉમેદવાર અંગે સવાલ પુછતી રહી પરંતુ મોદી મન હમેશા શાંત રહ્યું ક્યારેય પણ તેનો જવાબ ન મળ્યો પરંતુ આજે અચાનક અકારણ મોદીએ બાળકના પધાનમંત્રી પદ અંગે પુછેલા સવાલમાં સરળતાથી જવાબ આપી દીધો જે ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહી દીધું કે હું ગુજરાતની સેવા વર્ષ 2017 સુધી કરીશ. જે બનવાના સપનાં જોવે છે તે બરબાદ થઈ જાય છે. જેથી કંઈક કરવાના સપનાં જોવો.. પીએમ પદ અંગે વિધાર્થીએ પ્રશ્ન પુછ્યો ત્યારે તેમણે કહ્યું કે ગુજરાતની જનતાએ જે મને વર્ષ 2017 સુધી સેવા કરવાની જવાબદારી આપી છે તે હું  નિભાવીશ. 

મુખ્યમંત્રી મોદીના નિવેદનને કોંગ્રેસે મોદીનું બેકફૂટ ગણાવ્યું . જોકે રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સમય  અનુસાર વિરોધીઓને જવાબ આપતા રહ્યાં છે. અને શિક્ષક દિને તેમના વિરોધીયોને શીખ આપી છે કે કામ કરવા ઉપર ધ્યાન આપો માત્ર બનવાના સપનાં ન જોશે. આ શીખ ભાજપની અંદરના વિરોધીઓ તેમજ કોંગ્રેસને પણ લાગુ પડે છે. મોદી આ નિવેદને પણ પોતાની રમત રમી ગયા છે . મોદીના આ પાછલા પગલાં નથી પરંતુ મક્કમ મન સાબિત કરે છે. ઉપરાંત છેલ્લા કેટલાંક દિવસોથી  તેઓ જે રીતે ટારગેટ થઈ રહ્યાં છે તેમને પણ સંદેશો આપવની કોશિશ કરી છે કે કામ કરો. માત્ર ચૂંટણી જીતવાના સપનાં જોઈને કંઈ નહી ં થાય. 
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |