7મી સપ્ટેમ્બરે સવારથી જ દરેકની નજર આરએસએસના ટોપ લીડર્સની મળેલી બેઠક પર હતી. જેમાં વડાપ્રધાન પદના ઉમેદવાર અંગે મોદીને લઈને ચર્ચા વિચારણા થવાની હતી. જેના શુભ સંકેત ગુજરાતના મુખ્યમંત્રીને મોદીને મળ્યાં છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરએસએસની 7મી સપ્ટેમ્બરે સવારથી જ અગત્યની
બેઠક ચાલી રહી હતી. જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લઈને સર્વસમંતિ સાથે
વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે જેથી. આરએસએસના ટોપ લીડર્સ અને અન્ય
સંગઠનો સાથે બેઠકો થઈ છે. જેમાં દરેકને જણાવી દેવામાં આવ્યું છેકે મુખ્યમંત્રી
નરેન્દ્ર મોદી જ ભાજપના વડાપ્રધાનના પદ ઉમેદવાર બનશે. આરએસએસે ભાજપને ફેંસલો જણાવી
દીધો છે. અને ખાસ કરીને મોદી વિરોધીઓને આ સંદેશો આપી દેવામાં આવ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17
સપ્ટેમ્બરે છે અને તે પહેલા મોદીના નામની જાહેરાત વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે થઈ
જાય તેમ આરએસએસ ઈચ્છી રહ્યું છે. અને 7મી સપ્ટેમ્બરે દિવસ દરમ્યાનની બેઠકમાં આ
નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. ભાજપે જલ્દી પોતાનો પક્ષ સાફ કરી દેવો પડશે.
7મી સપ્ટેમ્બરે સવારે અમે કહ્યું હતું કે સાંજે મોદી માટે સારા સમાચાર મળશે..વાંચો
7મી સપ્ટેમ્બરે સવારે અમે કહ્યું હતું કે સાંજે મોદી માટે સારા સમાચાર મળશે..વાંચો