ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

જન્મ દિન પહેલા મુખ્યમંત્રી મોદીને મળશે ભેટ !!

અનેક સમયથી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ભાજપ તરફથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ ચર્ચાઈ રહ્યું છે. પરંતુ તેની મ્હોર ભાજપ તરફથી મારવામાં આવી નથી. પરંતુ જન્મદિન પહેલા આ મ્હોર વાગી જાય તે માટેની હલચલ અને કાર્યવાહી આરએસએસે કરી દીધી છે. 


ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિન 17 સપ્ટેમ્બરે છે. તે પહેલા મોદીને સત્તા સિંહાસના ઉમેદવાર તરીકે ભાજપ તરફથી જાહેર કરી દેવામાં આવે તેવો મત સંઘમાં પ્રવર્તી રહ્યો છે.  સંઘમાં આ બાબતે અનેક વખતે ચર્ચાઓ થઈ ચુકી છે. પરંતુ 7મી સપ્ટેમ્બરે સંઘની મુખ્ય બેઠક દિવસ દરમ્યાન ચાલી હતી. જેમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને જાહેર કરી દેવામાં બાબતે અંતિમ ફેંસલો લઈ જવામાં આવ્યો છે. આ ફેંસલા અંગે સંઘના અન્ય સંગઠનો અને ભાજપને પણ જણાવી દેવામાં આવ્યું છે.

રવિવારથી બે દિવસીય સમન્વય સમિતિની બેઠક ભાજપ અને સંઘ વચ્ચે થઈ રહી છે .જેમાં પહેલા દિવસે સમયના અભાવે સંઘ સરચાલક મોહન ભાગવત હાજર રહેવા નથી પરંતુ સોમવારે હાજર હશે. આ બેઠકમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે.

સંઘ અને ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ વચ્ચે વડાપ્રધાન પદ માટે મોદીના નામે ચર્ચાઓ થઈ ગઈ છે. જેમાં રાજનાથ સિંહે સહમતિ પણ જતાવી છે. પરંતુ મોદી વિરોધી જુથ, જેમાં નેતા સુષ્મા સ્વરાજ, અડવાણી અને તેમના સમર્થકોના નામ મુખ્ય છે. તેઓ પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા મોદીનું નામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર થાય તેમ ઈચ્છી રહ્યાં છે. જોકે જાણકારો માને છેકે આ તેમની બહાનેબાજી છે.

ભાજપ પાસે મોદી સિવાય કોઈ વિકલ્પ વર્તમાન સમયમાં નથી. આરએસએસનું સમર્થન તેમજ ભાજપ કાર્યકર્તાઓ અને અધ્યક્ષ મોદીના નામનું સમર્થન કરી રહ્યાં છે તેમ છતાં મોદી વિરોધી લોબીને ધ્યાને રાખી આરએસએસ ફૂંકી ફંકીને નિર્ણય લઈ રહી છે. કારણ કે જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે મોદી વિરોધી ટોળકીએ ભારે હોબાળો મચાવ્યો હતો. તેવી પરિસ્થિતિનું નિર્માણ ફરીથી ન થાય તે માટે તેઓ મોદી વિરોધી ટોળકી અને મોદીના સમર્થકો વચ્ચે તાલમેલ બેસાડીને મોદીના નામની જાહેરાત વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કરવા માંગે છે.

મોદી વિરોધી ટોળકી માત્ર ભાજપમાં જે તેમ નથી. તે ટોળકી આરએસએસ અને અન્ય સંગઠનોમાં પણ છે. જે જુના જોગી છે અને જે સીધેસીધું અડવાણીને સમર્થન કરે છે. સંઘ માત્ર આ વિરોધી ટોળકીને શાંત કરવા ઈચ્છુક છે બાકી સંઘે મોદીને લઈને મન બનાવી લીધું છે અને ભાજપને નિર્દેશ કરવાની છે. જે સહમત છે તે આગળ આવશે અને જે સહમતિ નહીં બતાવે તે પોતાને રસ્તે આગળ વધશે તેવી નીતિથી આરએસએસ સર્વસંમતિ બંધાવાની કોશિશ કરી રહી છે. 

મળતી માહિતી મુજબ, આરએસએસે એક નવો રસ્તો કાઢ્યો છે. જેમાં જો ભાજપને પૂર્ણ બહુમત મળી જાય તો ભાજપ તરફથી વડાપ્રધાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બનશે. પરંતુ જો ગઠબંધનની જરૂરિયાત ઉભી થશે તો  મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને આગળ કરવામાં આવશે જેની માટે લાલકૃષ્ણ અડવાણીએ સમર્થન કરી દીધું છે.ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સંઘને સ્પષ્ટ્ કરી દીધું છે કે ગંઠબંધનનો ભાર લઈને તે વડાપ્રધાન બનવા માંગતી નથી.

જોકે આ મળતી માહિતીમાં સત્યતા નથી. કારણ કે ભાજપ પ્રજાને અવઢવમાં રાખીને બન્ને તરફ મલાઈ ખાવી શક્ય નથી. ભાજપે ખુલ્લી રીતે મોદીના નામને જાહેર કરી દેવું પડશે અને ત્યાર બાદ જો પૂર્ણ બહુમત ન આવે તેવી પરિસ્થિતિમાં આ ફોર્મ્યુલાનું અમલીકરણ થાય તે અલગ બાબત છે.

અંતે સ્પષ્ટ્ છે કે આરએસએસ કોઈ પણ કાળે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિન પહેલા કોઈ પણ કાળે વડાપ્રધાન પદ તરીકે નરેન્દ્ર મોદીનું નામ જાહેર થઈ જાય તે નક્કી કરી લીધું છે અને તેના નિર્દશો કરી દીધાં છે અને હવે માત્ર આરએસએસની અન્ય પાંખમાં સર્વસંમિત કરાવાની કોશિષ થઈ રહી છે.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |