રોડ રસ્તાની
બાજુએ ફેરી લગાવીને પોતાનું જીવન નિર્વાહ ચલાવનારા ફેરીયાઓ માટે સારા સમાચાર છે.
લોકસભાએ સ્ટ્રીટ વેન્ડર્સ બિલ 2012 પસાર કરી દીધું છે. આ કાયદો ફેરીયાઓને કોઈ પણ
ડર વગર ધંધો કરવા સમર્થ બનાવશે.
જે રીતે ફેરિયાઓને
સ્થાનીય પોલીસ દ્રારા હપ્તા વસુલી કે ખોટી જગ્યાએ બેઠો કહીને પોલીસ પાસે લઈ જવાની
ધમકી આપીને ડરાવવામાં આવતો હતો તેનાથી ફેરીયઓને શાંતિ મળી જશે. લોકસભાએ સ્ટ્રીટ
વેન્ડર્સ બિલ 2012 પાસ કરી દીધું છે જે ફેરીયાઓ માટે સારા સંકેત છે.
હવે ફેરિયાઓને
પોલીસના ત્રાસમાથી મળશે મુક્તિ અને કોઈ પણ શહેરમાં પોલીસ રોડ પર જીવન ગુજરાન માટે
વિવિધ વસ્તુઓનું વેચાણ કરતા કે સુવિધા આપતા ફેરિયાઓને પરેશાન નહી કરી શકે કે તેઓ
પાસેથી કોઈ પણ જાતનો હપ્તો વસુલી નહીં શકે. આ બિલ ખાસ કરીને શહેરી માર્ગો પર
વસ્તુઓ કે ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓને પોલીસ તથા સ્થાનિક સત્તાધિશો દ્વારા
થતા ત્રાસને દૂર કરવા માટે તૈયાર કરાયું છે.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com