ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

જેને રામ રાખે તેને કોણ ચાખે


દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ અંતિમ વિદાયે ભારે અસર પહોંચાડી છે. છેલ્લા બે દિવસ સતત પડી રહેલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો અનેક લોકો ફસાય ગયા છે. પરંતુ તેમ છતાં જેને રામ રાખે તેને કોણ ચાખે જેવી ઘટના આજે મંગળવારે સવારે દમણ ગંગા નદીના કિનારે જોવા મળી હતી.      

મંગળવારે દક્ષિણ ગુજરાત સહિત ચરોતર પંથકમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. પરંતુ જેમાં અનેક લોકો પોતાના ઘરની અંદર તેમજ સરદાર બ્રિજ ઉપર વાહનો અટવાઈ ગયા હોવાના અહેવાલ મળ્યાં છે. પરંતુ સેલવાસમાં જાણે કુદરતની દયા જોવા મળી.

સેલવાસના જયાબેન પોતે અસ્થિર મગજના છે. જેથી તેઓ ધણા સમયથી દમણ ગંગા નદીના કિનારે આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે જ રહેતા હતા. પરંતુ જે છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે જેની અસરથી ઉપરવાસમાં પાણીનું સ્તર વધી જવા પામ્યું હતું. જેથી રાતોરાત વધી ગયેલા પાણીને કારણે દમણ ગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી આ બહેન પોતાનો જીવ બચાવા માટે રાત્રિ દરમ્યાન નદીની વચ્ચે આવેલા પત્થર ઉપર ચઢી ગયા હતા.



જોકે સવારમાં લોકોની નજર નદીની વચ્ચે ફસાયેલા આ જયા બહેન ઉપર પડી હતી. જેની સવારે સાડા નવ કલાકે લોકોએ સેલવાસ પ્રશાસનને જાણ કરી હતી. જેથી આ ખબર મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમે રેસ્કયુ ઓપરેશન માટે પહોંચી ગઈ હતી. જોકે પ્રારંભિક તબક્કે ફાયર બ્રિગેડની ટીમે બહેનની નજીક પહોંચવાના અનેક પ્રયત્નો કર્યા હતા. પરંતુ સતત વધી રહેલા જલસ્તરને કારણે સફળતા મળી રહી ન હતી. જેથી અંતે કોસ્ટગાર્ડના હેલીકોપ્ટરની મદદ લેવામાં આવી હતી.

નદીની વચ્ચે ફસાયેલા બહેનને બચાવા માટે દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો. પરંતુ કુદરતની દયાનો અનુભવ ત્યારે થયો જ્યારે જયાબહેનને પત્થર ઉપરથી કાઢ્યા બાદ જ ગણતરીની મિનિટોમાં તે પત્થર પણ ડુબી ગયો હતો. કારણ કે સવારે નદીમાં એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેથી પત્થર ડૂબવામાં 20મીટર જેટલું અંતર બાકી રહ્યું હતું. અને જે સતત વધી રહ્યું હતું. પરંતુ પત્થર ડૂબે તે પહેલા રેસ્ક્યૂ ટીમે નદીની વચ્ચે ફસાયેલા જયાબહેનને બચાવી લીધા હતા.

પ્રત્યક્ષદર્શીઓના મતે એક તરફ કોસ્ટગાર્ડની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન કરી રહી હતી. અને તે જ ક્ષણે મોતની લહેર તેમનાથી અમુક જ મીટરનો અંતરે દૂરથી આવી રહી હતી. તે પત્થર પર ફરી વળે તે પહેલાજ જયા બહેનને બચાવી લેવામાં આવ્યા હતા. તે ક્ષણે ખરેખર લાગ્યું કે જેને રામ રાખે તેને કોણ ચાખે. વિધાતાના ચોપડે દરેકનું ભવિષ્ય લખાયેલું છે. જેનો પુરાવો આજે જોવા મળ્યો છે.
  
Tejas Desai, Reporter, Vapi
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |