આજે મંગળવારે 3 સપ્ટેમ્બરના રોજ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને
નિર્દેશ આપ્યો છે કે હોમ લોનમાં પેમેન્ટ એક સાથે કરવામાં ન આવે. આરબીઆઈના આ પ્રકારના નિર્દેશથી રિયલ એસ્ટેટ ધંધાને વધારે મંદો કરશે તો ગ્રાહકો માટે આર્થિક સુરક્ષાનો રસ્તો સાબિત થશે.
હોમ લોન માટે
રિયલ એસ્ટેટમાં ડાઉન પેમેન્ટ દ્રારા મળતી હોમ લોન બેસ્ટ ઓપ્શન હતો. જેમાં અમુક
રકમની ભરપાઈ કરીને પુરી લોન હાથે આવી જતી હતી. અને બિલ્ડોરને મકાનના પુરા રૂપિયા
હાથે આવી જતાં હતાં. જે સીધેસીધા બિલ્ડરો લઈ લેતા હતાં પરંતુ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આ નવા નિર્દેશથી ડાઉન પેમેન્ટ
ભરીને હોમ લોન ની રકમ એકસાથે મળશે નહીં બિલ્ડરો માટે આ ખરાબ સમચાર છે.
આ
નિર્દેશથી એક ફાયદો પણ છે કે બિલ્ડરો ડાઉન પેમેન્ટ મારફતે હોમ લોન સ્કીમ દ્રારા
લોભામણી ઓફર બનાવતા હતા. જ્યારે ગ્રાહક ડાઉન પેમેન્ટ ભરીને હોમ લોન લઈને બિલ્ડરને
તમામ રકમ સુપ્રત કરી દેતો હતો તેમ છતાં તેના હાથે મકાન આવતાં વર્ષો લાગી જતાં હતા
તેમ છતાં મકાનોના કામ અધુરા રહી જતાં હતા. પરંતુ હવે આ નવા નિર્દેશથી હોમ લોનનું
પેમેન્ટ બેંક દ્રારા એકસાથે કરવામાં આવશે નહીં.
વર્તમાન સમયમાં રીયલ એસ્ટેટ ધંધો ંમંદીનો માર સહી રહ્યો છે. તેમા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તમામ બેંકોને આપેલો આ નિર્દેશ ધંધાને વધારે મંદો કરશે તેમ જાણકારો જણાવી રહ્યાં છે. ગ્રાહકો માટે આર્થિક સુરક્ષાનો રસ્તો છે પરંતુ બિલ્ડરો માટે આ ફાયદાકારક નથી. જેથી હોમ લોનના કાગળીયા આપીને પ્લોટ કે ફ્લેટ સુપ્રત કરી દેતા બિલ્ડરોને નોકરીયાત વર્ગને આકર્ષવા માટે નવો રસ્તો શોધવો પડશે.