ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

મોદી છે ટારગેટ નંબર એકથી દસ

ઓગષ્ટ મહિનામાં નેપાળ ભારત સીમા પરથી પકડાયેલા આતંકી યાસીન ભટકેલ એનઆઈએ સાથે પૂછપરછમાં અનેક ખુલાસા કર્યા છે. જો તે સાચા હોય તે ગુજરાત તેમજ ભાજપના મંત્રીઓ અને દેશના મુખ્ય શહેરો માટે ચિંતાનો વિષય છે. 


એન.આઈ.એ સાથેની પૂછપરછમાં આતંકી ભટકલે ખુલાસો કર્યો હતો કે દેશભરમાં ત્રીસ આતંકીઓ છુપાયેલા છે. જેઓને પાકિસ્તાન ખાતે આતંકી ટ્રેનિંગ આપવામાં આવી છે. તેમની પાસે દેશમાં 100 જગ્યાએ વિસ્ફોટ કરી શકાય તેટલી સામગ્રી છે. આ ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકીઓ હુમલો કરવા માટે આદેશની રાહ જોઈને બેઠા છે. 

આ ઉપરાંત મળતી માહિતી મુજબ, આતંકી ભટકલે ખુલાસો કર્યો હતો કે ઈન્ડિયન મુજાહિદ્દીનના હીટલિસ્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ ક્રમે છે અને તેમની બાદ ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે અડવાણી અને અન્ય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ટારગેટ કરવા માટે ઈન્ડિયન મુજાહિદ્દીન દ્રારા એક સ્પેશ્યલ આતંકી ટીમ બનાવામાં આવી છે. જ્યારે અમે ભારત પર આતંકી હુમલો કરવામાં આવે છે ત્યારે હુમલાથી ખુશ થનારા લોકોનો ઘણો મોટો વર્ગ વિદેશમાં રહે છે. જે અમને ફંડીગ કરે છે. જ્યારે જ્યારે ભારતમાં મોટાપાયે હુમલો થાય છે ત્યારે ઈન્ડિયન મુજાહિદ્દીનનું ફંડીગ વધી જવા પામે છે.

જોકે આ ખુલાસા બાદ દેશભરમાં છુપાયેલા આતંકીઓને ટ્રેક કરવામાં મદદ થશે અને જરૂરિયાત પ્રમાણે સમયસર સુરક્ષાના પગલાં ભરવામાં મદદ થશે.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |