શનિવાર શરૂ થયેલા વરસાદને પગલે ગુજરાત
સહિત ચરોતર પંથકમાં દરેક ઠેકાણે પાણી ભરાઈ જવા પામ્યાં હતા. સતત પડી રહેલા વરસાદથી
જનજીવન ત્રસ્ત બની ગયું હતું. લોકો ભરાયેલા પાણીથી પરેશાન હતાં તો પશુ પક્ષીઓ સુકી
જગ્યા માટે ભટકી રહ્યાં હતાં. પરંતુ આજે દસ વાગ્યાથી વાદળછાયું વાતાવરણ હટી જતાં લોકો ખુશ થઈ ગયા હતાં.
છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા સતત વરસાદે
ચરોતર પંથકના મુખ્ય શહેર આણંદ અને નડિયાદને ભારે અસર પહોંચાડી છે. ચોવીસ કલાકમાં
અઠ્યાવીસ ઈંચ પડેલા વરસાદે આણંદને પાણી પાણી કરી દીધું તો ખેડા જિલ્લામાં તેત્રીસ
કલાકમાં પોણા ઈંચ વરસાદે નડિયાદને
જળબંબાકાર સર્જી દીધું હતું.
જોકે વરસાદી પાણીનો નિકાલ ન થતાં આ સમસ્યા
સર્જી હોવાનું સરકારી તંત્ર જણાવી રહ્યાં છે. ખેડા જિલ્લામાં ભારે વરસાદથી પરીક્ષાઓ
મુલતવી રહી તો વિધાનગરમાં ઠેર ઠેર ખોદેલા રોડ ચિંતાનો વિષય બની જવા પામ્યાં છે.
ખેડૂતો ડાંગર અને તમાકુના ધરુવાડિયાનું ધોવાણ થતાં ચિંતામાં ડૂબી ગયા છે.
કુદરતે છેલ્લા પાંચ દિવસથી જે વરસાદ રૂપે લોકોને નજર બંધ કરીને કર્ફૂર્યુ જેવો માહોલ સર્જ્યો છે. તેમાં આજે છોડી છૂટછાટ જોવા મળી. આજે સવારે અમુક કલાક માટે સૂરજ મામા દેખાયા અને પાછા અદ્રશ્ય થઈ ગયા. જોકે હવામાન વિભાગના મતે આજે 26મી સપ્ટેમ્બર ભારે છે. અને 27મી સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટશે જ્યારે 29મીએ કુદરતનો વરસાદી કર્ફૂ્યું હટાયેલો જણાશે.
પરંતુ આજે સૂરજમામા દેખાતાં જનજીવન સામાન્ય બની ગયું છે. સૂરજનો તાપ ભીનાશને ઓછી કરી ચિંતામાં ઘટાડો કરશે તેમ ખેડૂતો માને છે. તો વરસાદ બંધ થતાં તંત્ર કામે લાગી ગયું છે. ભરાયેલા પાણી બાદ તંત્રને આરોગ્યલક્ષી અને સ્વચ્છતા બાબતે સત્વરે કામ કરવાની તાતી જરૂરિયાત છે. જે અગાઉથી બેઠકમાં કલેક્ટર કચેરીઓ દ્રારા જે તે વિભાગને આદેશ આપી દેવામાં આવ્યાં છે.
સતત પડી રહેલા વરસાદથી પશુ પક્ષીઓ પોતાનો
વસવાટ ખોઈ બેઠા હતા. આમ તેમ ભાગી રહેલા પશુ પક્ષીઓને જાણે આજે સવારથી સૂરજ મામાએ
અનેરી રાહત આપી હોય તેમ ખુલ્લા મને વાદળોમાં ફરતા દેખાઈ રહ્યાં છે.
સપ્ટેમ્બર મહિનામાં અંતે સમયે કુદરતે
તંત્રની પરીક્ષા લીધી હોય તેમ જણાયું. અચનાક શરૂ થયેલા વરસાદે સતત પાંચ દિવસ પડીને
તંત્રને સજાગ અને પ્રજાના ધીરજની પરીક્ષા કરી હોય તેમ જણાયું. અને પશુ પક્ષીઓ જાણે
વગર કોઈ વાંકે આમ તેમ પોતાની હાજરી નોંધાવતા રહ્યાં. તેથી કહી શકાય કે આજે સુરજ
મામાનો પ્રકાશ પથરાતાં કુદરતના પાંચ દિનના
રિમાન્ડ પૂરા થયાં
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com