ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

નવરાત્રિ દીવ-દમણ માટે બનશે ખાસ

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના દુનેઠા ખાતે 5મી ઓક્ટોમ્બરે નવારાત્રિ પર્વ નિમિત્તે ખાસ મહાયજ્ઞનું આયોજન થવા જઈ રહ્યું છે. નવરાત્રિથી શરૂ થયેલ મહાયજ્ઞ 13મી ઓક્ટોમ્બર સુધી ચાલશે. આ ધાર્મિક આયોજન દમણ દીવના માજી સાંસદ ડાહ્યાભાઈ પટેલ દ્રારા થયું છે.


મળતી માહતી મુજબ, દમણ દીવના માજી સાંસદ ડાહ્યાભાઈ પટેલના નેતૃત્વમાં યોજાયેલ શ્રી શતમુખ સપાદ કોટિ હોમાત્મક મહાચંડી મહાયજ્ઞમાં અંદાજે 50,000થી વધુ ભક્તજનો આવશે તેમ મનાઈ રહ્યુ છે. આ ઉપરાંત આ યજ્ઞમાં 101 હવન કુંડનું નિર્માણ થશે. જેમાં 101 નવદંપતિ જોડાઓને આહુતિ આપવાનો લાભ મળશે. આ  મહાયજ્ઞમાં દેશના વિભિન્ન પ્રાંતમાંથી 501 જેટલાં વૈદિક વિદ્ધાન પંડિતો આવશે. આ મહાયજ્ઞ નવરાત્રિ પર્વ દરમ્યાન થતું હોવાથી તેનું મહત્વ અનેકઘણું વધી જવા પામશે. જે કારણોસર મોટી સંખ્યામાં ભક્તજનો ભાગ લેશે તેમ મનાઈ રહ્યું છે. આ મહાયજ્ઞમાં સવા કરોડ આહુતિ માં અંબાને આપવામાં આવશે. આ ઉપરાંત  25 લાખ જપની સાથે શ્રી ગણેશ, સૂર્ય, વિષ્ણુ, શિવ તથા કાલભૈરવના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.  આ પ્રસંગે જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી હિમાલયથી ખાસ ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત દરેક મઠમાંથી અનેક આચાર્ય ઉપસ્થિત રહેવાના છે.



દમણના ઈતિહાસમાં પ્રથમ વખતા આ પ્રકારે ધાર્મિક ક્ષેત્ર  મહાયજ્ઞ સ્વરૂપે આયોજન થયું છે. જેને સફળ બનાવા માટે દમણના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે.

Tejas Desai, Reporter, Vapi
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |