![]() |
સપ્ટેમ્બર મહિનામાં છેલ્લા સપ્તાહમાં પડી
રહેલા સતત વરસાદે ગુજરાત સહિત ચરોતર પંથકને પણ પાણી પાણી કરી દીધું હતું.
વરસાદને કારણે નાના-મોટા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં કાદવ-કિચડ થઈ જવા પામ્યાં હતા. આ ઉપરાંત ભરાયેલા પાણીને કારણે રોગચાળો ફેલાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. જેને પગલે ચરોતર તંત્ર જાગી ગયું હોય તેમ જણાઈ રહ્યું છે.
વરસાદને કારણે નાના-મોટા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં કાદવ-કિચડ થઈ જવા પામ્યાં હતા. આ ઉપરાંત ભરાયેલા પાણીને કારણે રોગચાળો ફેલાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. જેને પગલે ચરોતર તંત્ર જાગી ગયું હોય તેમ જણાઈ રહ્યું છે.
આણંદ ખાતે સરકીટ હાઉસમાં મળેલી બેઠકમાં
જિલ્લાના પ્રભારી સચિવ સંગિતાસિંઘે તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં ભારે
વરસાદ અને તેનાથી થયેલા નુકસાન અને આરોગ્ય વિષયક કામગીરીની સમીક્ષા કરી હતી.
જેમાં તેમણે અધિકારીઓ પાસે ભારે વરસાદને કારણે ઉદ્દભવેલી સમસ્યાઓના
નિરાકરણ માટે હાથ ધરાયેલી નગરપાલિકાઓની કામગીરી મામલે તેમજ જિલ્લામાં રોડ રસ્તાનું
રિપેરીંગ કામ હાથ ધરવા તેમજ નુકસાનની રિપોર્ટ માંગ્યો હતો.
આ ઉપરાંત કોઈ પણ પ્રકારનો રોગચાળો ફાટી ન
નીકળે તે માટે તાકીદે સફાઈ ઝુંબેશ હાથ ધરવા તથા સ્લમ વિસ્તારમાં ચીફ ઓફિસર જાતે જ
મુલાકાત લઈને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો તેમજ પશુઓના આરોગ્યની ચકાસણી
થાય તે બાબતે પણ ભાર આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્રારા
નગરપાલિકાઓને વિસ્તારમાં સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવા માટે અ-વર્ગની નગરપાલિકાઓને
રૂ.25 લાખ, બ- વર્ગની નગરપાલિકાઓને રૂ.20 લાખ અને ક.વર્ગની નગરપાલિકાઓને રૂ. 15
લાખ, ડ વર્ગની નગરપાલિકાઓને રૂ.10 લાખ ફાળવવામાં આવ્યાં છે.
જિલ્લાના પ્રભારી સચિવે નવરાત્રિના દિવસો
ઘણા નજીક હોવાથી જે વિસ્તારોમાં ગરબાનું આયોજન થાય છે તે વિસ્તારોમાં ભરાયેલા
પાણીનો સત્વરે નિકાલ થાય તે હેતુથી ડી વોટરીંગ પંપ લગાવીને તુરંત કામગીરી શરૂ કરવા
જણાવ્યું હતું. જેમાં વરસાદે વિરામ લીધા બાદ જિલ્લાની તમામ નગરપાલિકાઓ દ્રારા
શનિ-રવિવાર જે જાહેર રજાઓ હોવા છતાં સફાઈ કામગીરી ચાલુ રહી હતી તેમ ચીફ ઓફિસરો
દ્રારા જણાવવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી શીતલ ગોસ્વામીએ
જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના ભરોડ ગામમાં મકાનની દિવાલ પડવાથી વધારે ઈજા
પામવાથી મરણ પામેલ મૃતકના પરિવારને રૂ. દોઢ લાખની સહાય તાકીદે ચૂકવામાં આવી હતી.
અને આ ઉપરાંત વધુ રૂ. પચ્ચાસ હજારની સહાય આપવામાં આવશે.
જિલ્લા કલેક્ટર ડૉ.રાહુલ ગુપ્તાના મતે
જિલ્લામા ભારે વરસાદ થયો હવો છતાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને પ્રિમોન્સૂન પ્લાન
સફળ રહ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે
પ્રભારી સચિવે આ બેઠકમાં ચોમાસા પહેલા અને બાદમાં થયેલી કામગીરીથી સંતોષ વ્યક્ત
કર્યો હતો.
આ ઉચ્ચ સ્તરની બેઠકમાં જિલ્લા વિકાસ
અધિકારી ડૉ.કુલદિપ આર્ય, અધિક નિવાસી કલેક્ટર સુદાણી, નગરપાલિકાના ચીફ ઓફીસરો,
આરોગ્ય વિભાગના અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદાર અને અન્ય અધિકારીઓ હાજર
રહ્યાં હતાં.
લોકો શું કહે છે.
જોકે આણંદ જિલ્લામાં વિધાનગર ખાતે આવેલ
નાના બજારના વેપારીઓ પાલિકાની કામગીરીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. દર વર્ષે
દિવાળીના સમય દરમ્યાનજ પાલિકા બજારોમાં ખોદકામ શરૂ કરી દીધી છે. આ વખતે ગટર લાઈનના
કારણે રોડ રસ્તા ખોદી કાઢવામાં આવ્યા છે. જેથી તેમાં વરસાદી પાણી જામી ગયું છે.
જેથી નાના બજારોના વેપારીઓને નવરાત્રિ તેમજ દિવાળીની સિઝન દરમ્યાન દુકાનમાં બેઠા
બેઠા માંખો મારવા જેવી હાંલત થઈ ગઈ છે.
![]() |
કેમ ભરાયા પાણી . જો હતી પ્રિ-મોન્સૂન પ્લાનની તૈયારી ..જનતા પૂછે સવાલ |
સતત પડી રહેલા વરસાદથી ચરોતર પંથક પાણીપાણી થઈ ગયું હતું. જેમાં આણંદ શહેરમાં નવા અને જૂના બસ સ્ટેન્ડ ખાતે ભરાયેલાપાણીને અનેક લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. જેનાથી આણંદનો અમુક વિસ્તાર સંપર્કવિહોણો સાબિત થયો હતો. જેમાં પ્રિ-મોન્સૂન કામગીરી બાબતે અનેક સવાલો ઉઠ્યાં હતા.તેવી પરિસ્થિતિમાં ટેબલ બેઠક દરમ્યાનજ ઉચ્ચ અધિકારીઓ દ્રારા પ્રિ-મોન્સૂન પ્લાનનેસફળ ગણાવીને અધિકારીઓ પોતાની જીતની મિઠ્ઠાઈ પોતાને જ ખવડાવી રહ્યો હોય તેમ જણાઈરહ્યું છે.
થોડા ઈંચ વરસાદમાં પણ ચરોતર પંથકના મુખ્ય શહેરો પાણી પાણી થઈ જાય છે. આ વખતે અમદાવાદ, રાજકોટ, સુરત ,વડોદરા શહેરમાં પણ જાણે પ્રિ-મોન્સૂન પ્લાન નિષ્ફળ સાબિત થયો . તેવી પરિસ્થિતિમાં જાણકારોના મતે આવી પરિસ્થિતિનું કાયમી ઉકેલ શું હોઈ શકે. જે બાબતે તજજ્ઞો જણાવ રહ્યાં છે, વધુ વાંચો
થોડા ઈંચ વરસાદમાં પણ ચરોતર પંથકના મુખ્ય શહેરો પાણી પાણી થઈ જાય છે. આ વખતે અમદાવાદ, રાજકોટ, સુરત ,વડોદરા શહેરમાં પણ જાણે પ્રિ-મોન્સૂન પ્લાન નિષ્ફળ સાબિત થયો . તેવી પરિસ્થિતિમાં જાણકારોના મતે આવી પરિસ્થિતિનું કાયમી ઉકેલ શું હોઈ શકે. જે બાબતે તજજ્ઞો જણાવ રહ્યાં છે, વધુ વાંચો
Published By CNA Team, Editor.Charotar@gmail.com