ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી
રહ્યાં છે. ચરોતર પંથકમાં ઠેર-ઠેર ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે. તે
ધ્યાને રાખીને આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્રારા મૂર્તિઓ બનાવનાર તેમજ તમામ ગણેશ
ઉત્સવના આયોજકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
પંથકમાં આગામી દિવસોમાં ગણપતિ ઉત્સવ
દરમ્યાન ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી
બનાવનાતી મૂર્તિઓમાં ઝેરી પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરિણામે
નદી કે તળાવમાં આવતુ વિસર્જન પાણીમાં પ્રદૂષણને લગતી ગંભીર સમસ્યાનું કારણ બને છે.
કુદરતી પાણીના સ્ત્રોતમાં મૂર્તિઓં
વિસર્જન કરવાથી ઉદ્દભવતી પાણી પ્રદૂષણને લગતી ગંભીર સમસ્યાઓ તથા કુદરતી પાણીના
સ્ત્રોતને પ્રદૂષણથી બચાવવા માટે ગણપતિ ઉત્સવના તહેવાર દરમ્યાન કુદરતી માટીમાંથી
બનાવેલી કુદરતી રંગોથી રંગાયેલ ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓનો વપરાશ થાય તે જોવા ગણપતિની
મૂર્તિ બનાવનાર તમામ મૂર્તિકારો તથા તમામ ગણેશ ઉત્સવના આયોજકો અને મંડળોને અધિક
જિલ્લા મેજિસ્ટ્રેટ આણંદ દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ગણપતિ વિસર્જન દરમ્યાન પોલીસ ખાતા દ્રારા
નક્કી થયેલ સમય અને પોઈન્ટ પ્રમાણે જ વિસર્જન કરવા આણંદ જિલ્લાના તમામ ગણપતિ
સ્થાપકોને જણાવાયું છે. આ સમયે કોઈપણ આપત્તિ કે બનાવ બને કે તરત જ જિલ્લા આપત્તિ
વ્યવસ્થાપન કેન્દ્ર આણંદના ટોલ ફ્રી નંબર 1077 અને ટેલિફોન 02692-243222 ઉપર જાણ
કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ આણંદ દ્રારા જણાવાયું છે.
News Published By CNA TEAM, For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com