યૌન શોષણ મામલે ફસાયેલા આસારામ બાપુને જેલમાં અસુવિધાઓ ઉભી થઈ રહી છે જેને પગલે તેમને નર્સ સહિત પુજાપાઠની માંગ કરી છે. તો બીજી તરફ જેલની બહાર તેમનો રંગીન મિજાજ છતો થાય તેવા પુરાવા મળી રહ્યાં છે. જોકે વિરોધના વંટોળે આસારામના પુત્ર નારાયણ સાંઈને પણ લપેટામાં લઈ લીધા છે.
સેવક શિવાના મોબાઈલમાંથી આસારામની વીડિયો ક્લિપ
મળી આવી છે. આ એમએમએસ શિવાએ કેમ બનાવ્યો તે બાબત હજુ સ્પષ્ટ થયું નથી. કેમેરા સામે
શિવા કોઈ પણ વાતનો સ્વીકાર કરતો નથી તો પોલીસ પણ કોઈ બાબત ઉજાગર કરી રહી નથી.
પરંતુ પોલીસ સુત્રોના મતે શિવાના મોબાઈલમાં અનેક ક્લિપો છે જે આસારામની છબીને
છત્તી કરે છે. આ વીડિયો ક્લિપને ફોરેન્સીક લેબમાં તપાસ માટે મોકલી આપી દીધી છે.
જે પ્રકારે આસારામને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં છે. જેમાં મીડીયાની કામગીરી પ્રબળ રહેવા પામી છે. જેની અસરથી લોકોએ હિમત કરીને આસારામ અને તેના પુત્ર સામે વિરોધના સુર ઉઠી રહ્યાં છે. જેની અસર ઈન્દોર ખાતે જોવા મળી . ઈન્દોર ખાતે એક મહિલાએ આસારામના પુત્ર નારાયણ સાંઈ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં મહિલાએ આરોપ કર્યો છેકે નારાયણ સાંઈએ વર્ષ 2000માં તેના લગ્ન સાધક સાથે કરાવ્યાં હતા. જે વખતે નારાયણ સાંઈએ કહ્યું હતું કે તેમનો સાધકના છૂટાછેડા થયેલા છે પરંતુ લગ્ન થયા બાદ ખબર પડી કે તે સાધક પરિણત હતો અને તેના છૂટાછેડા થયા ન હતા. જેના આધારે આ મહિલાએ છેતરપિંડીની ફરિયાદ નારાયણ સાંઈ વિરુદ્ધ લખાવી છે. ઉલ્લેખનીય છેકે આ મહિલા અને તેના પરિવારે ઈન્દોર આશ્રમ ખાતે નારાયણ સાંઈ હસ્તક દીક્ષા લીધી હતી.