સાતમી
સપ્ટેમ્બરે દરેકની નજર ઝુબિન મહેતાની સામે છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે
કોમી સુમેળ માટે ટાગોર એવોર્ડથી સન્માનિત
કરાયેલા ઝુબિન મહેતા શનિવારે શ્રીનગરમાં
દાલ લેકના કિનારે કોન્સર્ટ હતો.. જે સાડા ચાર વાગ્યે શરૂ થઈ ગયો હતો. અહેસાસ-એ-કશ્મીર નામનાં કોન્સર્ટને લઈને અનેક
વિરોધના સુર ઉભા થયા હતો તેની સામે સમર્થકોની ભરમાર પણ હતી.
જોકે આ બાબતે ઝુબિન મહેતાનું કહેવું છે કે
હું ઘણો ખુશ છું. અમારા સંગીતને લોકો અને દેશના આર્શીવાદ મળે તેવી આશા રાખું છું. કોન્સર્ટ
વિશેના વાદવિવાદને બાજુએ રાખી દેતાં તેમણે જણાવ્યું હતું કે મેં કાશ્મીરની પસંદગી
નથી કરી. કાશ્મીરે મને પંસદ કર્યો છે.
આ કોન્સર્ટને કારણે રાજ્ય સરકાર, અલગતાવાદી
અને આતંકવાદીઓ પણ બધું બાજુએ મુકીને ઝુબિનના નામની માળા જપી રહ્યાં છે.
ભારતીય પારસી પરિવારમાં જન્મેલા ઝુબિન મહેતા વર્ષ 1977થી ફિલાહામર્મોનિકનાં નિર્દેશક છે. ન્યૂયોર્ક ફિલાહાર્મોનિકમાં સૌથી લાંબા સમય સુધી સંગત સંચાલક હોવાનું માન પણ ઝુબિન મહેતાને મળેલું છે. ઈઝરાયેલ સમદુાયને આપેલાં પ્રદાન બદલ ઈઝરાયેલે ભારતીય મૂળના સંગીત સંચાલક ઝુબિન મહેતાને રાષ્ટ્રપતિ પદક એનાયત કર્યું હતું.