મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે 7મી સપ્ટેમ્બર અત્તિમહત્વની છે. આ દિવસે તે નકલી લાલ કિલ્લા પરથી સભા સંબોધશે. ઘણાં વખતથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના ભાવિ વડાપ્રધાન પદના ઉમેદવાર છે તેનો પણ આભાસ રાજકીય, બૌદ્ધિક અને ધાર્મિક મોદી સમર્થકો દ્રારા થઈ રહ્યો છે. પરંતુ હજુ પણ નક્કર ઘોષણા કરવામાં આવી નથી તેવા સમયે ફરી વડાપ્રધાન પદ અને મોદીને એક તારે બાંધી શકે તેવો લાલ કિલ્લો મુકીને ફરીથી આભાસી છબી બનાવાનો પ્રયત્ન છે.
મનાઈ રહ્યું હતું કે ઓગષ્ટ મહિનામાં ગુજરાતના મુખ્યમંત્રી મોદીને લઈને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેની ઘોષણા થશે. પરંતુ ઓગષ્ટ મહિનો નિકળી ગયો. હવે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મોદીમય વાતવરણ બની રહ્યું છે. જ્યાં ગુજરાત કોંગ્રેસ મોદીની છબીને ખરાબ કરવાની કોશિશ કરી તો મોદી સમર્થકોએ લાલજાજામ બિછાવી તો જુના મિત્રોએ ખુલ્લા સમર્થને આવીને મોદીને વધારે મજબૂત કર્યા. તો બીજી તરફ અંદરથી દુખી મુખ્યમંત્રી લોબીએ પોતાના નિવેદનો ફેરવી દીધાં
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહની વિકાસ યાત્રાની 7મી સપ્ટેમ્બરે પૂર્ણાહુતિ છે. જે દિવસે ગુજરાતના મુખ્યમંત્રી સંબોધન આપવાના છે. જે સાથે ભાજપના ટોચના નેતાઓ હાજર રહેશે. પરંતુ જે પ્રકારે મુખ્યમંત્રી રમણસિંહે લાલજાજામ બિછાવી દીધી છે તેણે ધણી ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.
છત્તીસગઢ રાજ્યના અંબિકાપુર ખાતે જે સ્ટેજ બનાવવામાં આવ્યું છે . તે પીઓપીમાંથી બનેલો છે. જેની માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરી દેવામાં આવ્યો છે. તે સ્ટેજને લાલા કિલ્લા જેવું જ બનાવવામાં આવ્યું છે. જેથી જોનારાઓને આભાસ થશે કે વક્તા લાલ કિલ્લા પરથી બોલી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ વડાપ્રધાન પદ માટે ચર્ચાઈ રહ્યું છે. મોટા ભાગના લોકો મોદીને પ્રધાનમંત્રી પદ માટે સમર્થન આપી રહ્યાં છે. તો બીજી તરફ આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 7મી સપ્ટેમ્બર મહત્વની છે કારણ કે આજે આરએસએસની મહત્વની બેઠક થઈ રહી છે. જેમાં નરેન્દ્ર મોદી માટે પ્ર્રધાનમંત્રી પદને લઈને મંથન થવાનું છે. આરએસએસના પદાધિકારીઓ ભાજપા સાથે બેઠક શરૂ થાય તે પહેલા હોમર્વક કરવાના હેતુથી આ સંધની બેઠક થઈ રહી છે.
તો બીજી તરફ રાજ્યના અન્ય મુખ્યમંત્રી સંભવિત ઉમેદવાર માટે લાલજાજમ બિછાવીને શક્યાતઓને વધારે પ્રબળ કરી રહ્યાં છે. આ ઉપરાંત પોસ્ટરમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લાલ કિલ્લાની આગળ મોટી છબીમાં દર્શાવવામાં આવ્યાં છે.
મુખ્યમંત્રી લોબી સક્રિય !!
કહી શકાય કે જે રાજ્યમાં ભાજપની સત્તા છે તે રાજ્યના મુખ્યમંત્રઓ પણ ઈચ્છી રહ્યાં છેકે જો ભાજપ કેન્દ્રની સત્તામાં આવે તો સત્તા સિંહાસનને શોભાવનારો ભાજપાનો સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી હોય. અને તેથી જ કદાચ મોદીને સમર્થન કરનારા મુખ્યમંત્રીઓ અચાનક મોદી વિરોધી નિવેદનો આપી હલ્લાબોલ કરે છે અને વિવાદ વધી જતાં પોતાના નિવેદનો પરત લઈને દોષનો ટોપલો મીડિયાના માથે નાંખી દે છે.
બાબા રામદેવ સક્રિય બન્યાં
જે દિવસે ગુજરાત બંધનું એલાન હતું.. અને મોદી સરકારનો વિરોધ કરવા માટે ગુજરાત કોંગ્રેસ ઠેર ઠેર સક્રિય બની ગયું હતું તે જ દિવસે બાબા રામદેવ દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદીના સમર્થને ઉતરી આવ્યાં. જેમાં તેમણે કહી દીધું કે તેમનું સમર્થન ભાજપને ત્યારે જ મળશે જ્યારે મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થશે. આ ઉપારંત અનેક મુદ્દે નિવેદનો આપ્યાં હતાં
મનાઈ રહ્યું છેકે સપ્ટેમ્બર મહિનો મોદી માટે ઘણો અગત્યનો છે. જેમાં નરેન્દ્ર મોદીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરી શકાય. એક તરફ આરએસએસ આ મુદ્દે સક્રિય બની ગયું છે અને બીજી તરફ કોંગ્રેસે મોદી માટે પોલ ખોલ નીતિથી કામ લેવાનું શરૂ કરી દીધુ હતું .જેની અસરથી એક જ દિવસમાં મોદી સરકારને લઈને બે ખુલાસાઓ કરવામાં આવ્યાં. જેમા એક ખુલાસો કોંગ્રેસે દિલ્હી ખાતે સીડી જાહેર કરીને કર્યો હતો. તો બીજો ખુલાસો કોંગ્રેસે ડી.જી વણઝારાનાં રાજીનામા પત્ર મારફતે કરાવ્યો હોવાનો ભાજપ આક્ષેપ કરી ચુક્યું છે.
ગણતરીના દિવસોમાં વિરોધીઓ દ્રારા થઈ રહેલા પ્રહારોને લઈને બાબા રામદેવ સક્રિય થયાં અથવા તો કરવામાં આવ્યાં. જેમણે વાતાવરણને મોદીમય બનાવાની કોશિશ કરી અને પોતે આંદોલન કરવા જઈ રહ્યાં છે તેનું એલાન કરીને કેન્દ્ર સરકારને વ્યસ્ત અને રાજકીય વાતાવરણ ગરમ થાય તેનો પ્રયાસ કર્યો.
સામાન્ય માણસની નજરે
જેમ આપણે તાજ મહેલ જતાં નથી પરંતુ ફોટો સ્ટૂડિયોમાં જઈને તાજ મહેલની આગળ ફોટો પડાવીને આપણી ઈચ્છાશક્તિને પુરી કરવાની કોશિશ કરી છે . તેવું જ આભાસી વાતાવરણનું નિર્માણ થાય તેવો પ્રયત્ન છત્તીસગઢ ખાતે થયો છે.
સામના મુખપત્રનો લેખ
7મી સપ્ટેમ્બરે સામના મુખપત્રમાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી મોદીએ આપેલા નિવેદનને લઈને કટાક્ષ કર્યો છે. તેમણે લખ્યું કે મોદીએ બાળકોને બનવાના સપનાં જોતો નથી કરવાના સપના જોઉં છું તેમ કહીને સમજાવી દીધું પરંતુ પોતાની પાર્ટીના નેતાઓને કેવી રીતે સમજાવશે.
નકલી લાલ કિલ્લો બન્યો મજાકનો વિષય
કોંગ્રેસ તરફથી કહેવામાં આવી રહ્યું છેકે મોદી પોતાની ઈચ્છા નકલી લાલ કિલ્લા ઉપરથી પુરી કરી લે કારણ કે તેમનું સપનું પુરૂ થવાનું નથી. બીએસપી તરફથી કહેવામાં આવી રહ્યું છેકે મોદીને લઈને ભાજપમાં વિવાદ છે. ત્યાં સુધી પોતાનું સપનું આ પ્રકારે પુરી કરી લેવાની કોશિષ કરી રહ્યાં છે.એનસીપી તરફથી કહેવામાં આવી રહ્યું છેકે પાછળથી તક મળે ક ન મળે જેથી અત્યારે પોતાનુ સપનું પુરૂ કરી રહ્યાં છે.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.comસામના મુખપત્રનો લેખ
7મી સપ્ટેમ્બરે સામના મુખપત્રમાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી મોદીએ આપેલા નિવેદનને લઈને કટાક્ષ કર્યો છે. તેમણે લખ્યું કે મોદીએ બાળકોને બનવાના સપનાં જોતો નથી કરવાના સપના જોઉં છું તેમ કહીને સમજાવી દીધું પરંતુ પોતાની પાર્ટીના નેતાઓને કેવી રીતે સમજાવશે.
નકલી લાલ કિલ્લો બન્યો મજાકનો વિષય
કોંગ્રેસ તરફથી કહેવામાં આવી રહ્યું છેકે મોદી પોતાની ઈચ્છા નકલી લાલ કિલ્લા ઉપરથી પુરી કરી લે કારણ કે તેમનું સપનું પુરૂ થવાનું નથી. બીએસપી તરફથી કહેવામાં આવી રહ્યું છેકે મોદીને લઈને ભાજપમાં વિવાદ છે. ત્યાં સુધી પોતાનું સપનું આ પ્રકારે પુરી કરી લેવાની કોશિષ કરી રહ્યાં છે.એનસીપી તરફથી કહેવામાં આવી રહ્યું છેકે પાછળથી તક મળે ક ન મળે જેથી અત્યારે પોતાનુ સપનું પુરૂ કરી રહ્યાં છે.