આસારામની આજે મંગળવારે જામીન અરજી પર સુનાવણી થવાની છે. જો જામીન અરજી નામંજૂર થશે તો આસારામને 15મી ઓગષ્ટ સુધી જેલમાં રહેવું પડશે. પરંતુ સુત્ર જણાવી રહ્યાં છે કે જો જામીન નામંજૂર થશે તો આસારામ મેડીકલ ટ્રીટમેન્ટના સહારે હોસ્પિટલની પથારી વધારે પસંદ કરશે.
પોતાને મહાન વિભુતિઓ સાથે સરખાવી રહેલા અને જેલને પણ વૈકુંઠની નજરે જોતાં આસારામને પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે જ જેલ ભેગા થવું પડ્યું છે. જ્યાં 15મી ઓગષ્ટ સુધી રહેવું પડશે. પરંતુ તેમના વકીલે જોધપુર કોર્ટ ખાતે જામીન અરજી કરી છે .જેની સુનાવણી આજે હાથ ધરાશે. અને જો આસારામના જામીન મંજૂર થઈ જશે તો તેઓ પોતાના આસારામ પરત ફરશે પરંતુ જો જામીન નામંજૂર થશે તો આસારામ મેડીકલ ટ્રીટમેન્ટના સહારે હોસ્પિટલની પથારી વધારે પસંદ કરશે તેમ સુત્રો જણાવી રહ્યાં છે.
તો બીજી તરફ સુપ્રિમ કોર્ટે પણ આસારામનું નામ લીધા વગર વીઆઈપીની સુરક્ષા મુદ્દે ટીપ્પણી કરી હતી. જેમાં હેરાનગતિ વ્યક્તિ કરી હતી કે આરોપીની સુરક્ષામાં હજારો જવાનોની જરૂર પડે છે. કોઈ પણ પ્રાઈવેટ આદમીને સરકારે સુરક્ષા આપવી ન જોઈએ. તે ઈચ્છે તો તેમની પોતાની અંગત સુરક્ષા રાખી શકે.
આજે મંગળવારે સવારથી દરેકની નજર આસારામની જમીન અરજી પર હતી. જે માટે બપોરે અઢી વાગ્યે કાર્યવાહી શરૂ પણ થઈ હતી તેમ છતાં જાતીય શોષણ કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામની જામીન અરજી પર આજે કોઇ નિર્ણય ન થયો. જોધપુર સેશન્સ કોર્ટ હવે બુધવારે આસારામની જામીન અરજી પર સુનાવણી કરશે. નોંધનીય છે કે આસારામને કોર્ટે 14 દિવસની જ્યૂડિશીયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. જે હાલમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં બૈરેક નંબર 12માં બંધ છે.
રાકેશ પંચાલ

News Published By CNA TEAM, For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com