દિલ્હી ખાતે કોંગ્રેસે સવારે અગિયાર વાગ્યાની
આસાપાસ પ્રેસ કોન્ફરન્સ કરીને તુલસી પ્રજાપિત એકાઉન્ટર મામલે સીડી બહાર પાડીને પોલ
ખોલની રણનીતિ અપનાવામાં આવી છે. જો કે હવે વાત અહીં સુધી અટકશે નહીં. હવે
રાજનીતિનો ગરમાવો ચરમસીમાએ પહોંચે તેવી શક્યતાઓ છે.
પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કોંગ્રેસ જણાવ્યું હતું કે એક પત્રકારે સ્ટીંગ ઓપરેશન કર્યું છે. તે સીડી છે. આ તુલસી પ્રજાપતિ એકાઉન્ટર મામલે તથ્યોને ઉજાગર કરતી સીડી છે. જેમાં ભાજપના ત્રણ નેતાઓને આરોપી સાબિત કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પદથી રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ કોંગ્રેસ દ્રારા કરવામાં આવી છે. ભાજપના ત્રણ નેતાઓ પર આરોપ લગાવામાં આવ્યાં છે. વર્ષ 2006માં
તુલસી પ્રજાપતિ એકાઉન્ટર થયું હતું. સીબીઆઈ આ મામલે તપાસ કરે તેવી માંગ કરવામાં આવી છે. તુલસી પ્રજાપતિની માતા પાસે સહી કરાવી વકીલાતનામું મેળવવાનો આરોપ લગાવામાં આવ્યો છે. માજી ગૃહમંત્રી અમિત શાહને બચાવા માટે ભાજપાના સાંસદોએ ષડયંત્ર રચ્યું હતું. આ સીડીના આધારે કોંગ્રેસ દ્રારા કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી દેવામાં આવી છે. પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ આ કેસના મુખ્ય આરોપી છે.
રાકેશ પંચાલ
News Published By CNA TEAM, For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com