મોટાભાગે વાહનધારકો પોતાના
વાહનોનાં નંબરની પસંદગી ખાસ રીતે કરતા હોય છે. જેમાં અમુક લોકો વાહનાના નંબરની
પસંદગી યુનીક સીરીઝ, લકી નંબરનો સરવાળો કે પછી ખાસ દિવસની તારીખ અને નંબરને ધ્યાને
રાખીને કરતા હોય છે.
ખેડા જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી નડિયાદ દ્રારા વાહનોના માલિકો માટે ખુશખબર છે.વાહન માલિકોને પસંદગીનો નંબર મેળવવા માટે
તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીનો નંબર મેળવવા માટે 13મી ઓક્ટોમ્બરથી 14મી
ઓક્ટોમ્બર સુધી કચેરીના સમયે સવારે અગિયારથી સાડા પાંચ સુધીમાં પ્રાદેશિક વાહન
વ્યવહારની કચેરી ખાતે વાહન પાસીંગ કરાવી ફોમ નં. 20 ખાતે બંધ કરવામાં અરજી કરવી
પડશે.
અરજી ક્યાં અને કેવી રીતે કરવી
અરજી સાથે પોતે કેટલી રકમ ઓફર કરવા માંગે
છે તે ડિમાન્ડ ડ્રાફ્ટ હોવો જરૂરી છે. જે માટે પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી નડિયાદના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ (
રાષ્ટ્રીયકૃત બેંક)નો આપવાનો રહેશે. આ ડિમાન્ડ ડ્રાફ્ટ પાછળ અરજદારનું નામ,
સરનામું તથા પસંદગી નંબર લખવાનો રહેશે. જે બંધ કવરમાં રજૂ કરવાનો રહેશે.
અરજી વખતે આ બાબતે ધ્યાન આપો
એકથી વધુ ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરાયેલ અરજી
દફ્તરે કરવામાં આવશે. કવર પર અરજદારનું નામ, સરનામું તથા ચેસીસ, એજન્સી નંબર
લખવાનો રહેશે. અરજદારે પસંદગી નંબર, કોઈપણ પ્રકારનું લખાણ કે નિશાન કવરની ઉપર કરવું
નહીં. અપૂરતી વિગતો તથા જરૂરી બિડાણો વગરની તેમજ અરજી સાતે ડ્રાફ્ટ ન હોય તેવી
અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. જે તે વાહનનો સેલ લેટર એક માસ અથવા એક માસની
અંદરનો હોવો જોઈએ. એક માસ ઉપરનો સેલ લેટર હશે તો જે તે અરજી દફ્તરે કરવામાં આવશે.
નંબરોની ફાળવણી કોણ કરશે.
17મી ઓક્ટોમ્બરના રોજ સવારે અગિયાર કલાકે
પસંદગીના નંબરોની ફાળવણી અંગેની કાર્યવાહી
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારીના ખંડ ખાતે ફાળવણી સમિતિ દ્રારા
કરવામાં આવશે. સંબંધિત અરજદારે અથવા તેમના પ્રતિનિધિઓએ
હાજર રહેવાનું રહેશે. જે તે નંબર માટે સૌથી વધુ રકમનો ડ્રાફ્ટ અરજી સાથે કરનાર
અરજદારને પસંદગીનો નંબર ફાળવવામાં આવશે.
અરજી પરત બાબત
વધુ ઓફર કરનાર અરજદારને એક વખત નંબર
ફાળવ્યા બાદ અરજી પરત કરવામાં આવશે નહીં અને જો અરજી પાછી ખેચશે તો તેઓએ અરજી સાથે
જોડેલ ડીમાન્ડ ડ્રાફ્ટ તેઓને પરત કરવામાં આવશે નહીં. અસફળ અરજદારોને તેઓએ રજૂ કરેલ ડીમાન્ડ
ડ્રાફ્ટ પરત આપવામાં આવશે. જો મંગાવેલ ટેન્ડરની સંખ્યા પ્રમાણસર આવશે નહીં તો
હરાજી રદ્દ અથવા ફેરફાર કરવામાં આવશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી,
નડિયાદની યાદીમાં જણાવાયું છે.