સગીરા સાથે યૌન શોષણ મામલે ફસાયા બાદ
આસારામ બાપુ સામે અનેક પીડિતો નિર્ભય બની ગયા છે. અને હવે જાણે પોતાનો હક્ક મેળવવા
માટે પોતાની કમરકસી લીધી હોય તેવો કિસ્સો વાપી નજીક આવેલ ડુંગરા આશ્રમ ખાતે જોવા
મળ્યો
ગત 17મી સપ્ટેમ્બરેના રોજ આસારામ બાપુ
આશ્રમના સંચાલકો દ્રારા વાપી નજીક આવેલ ડુંગરા આશ્રમમાં પાંચ વિધા જમીન પચાવી
લેવાની ફરિયાદ ઉઠી હતી. જેની રજૂઆત ઉપરના અધિકારીઓ સુધી કરવામાં આવી હતી. પરંતુ તે
વખતે સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત અધિકારીઓ દ્રારા કોઈ કાર્યવાહી થઈ ન હતી. જેની
અસરથી આજે 26મી સપ્ટેમ્બરે પીડિતો દ્રારા કાયદો હાથમાં લેવાની ફરજ પડી હતી.
જે પાંચ વિઘા જમીનનો વિવાદ ચાલી રહ્યો છે
તે જગ્યાએ આશ્રમ સંચાલકો દ્રારા ફેન્સીગ વાડની સાથે છાપરૂં બનાવી દેવામાં આવ્યું
હતું. જેથી કંટાળેલા પીડિતોના પરિવારજનોએ દ્રારા વિવાદીત જમીન પર લાગેલ સરકારી
સાઈન બોર્ડ તેમજ ફેન્સીંગ વાડ તોડી નાંખી હતી.
આ વાતની જાણ થતાં જ આશ્રમ સંચાલકો અને
સાધકો આવી પહોંચ્યા હતા. અને બને પક્ષ વચ્ચે બોલાચાલી તેમજ ઝપાઝપી થવા પામી હતી.
ઉલ્લેખનીય છેકે આશ્રમના સંચાલકો વર્ષો અગાઉ જમીનની
ખરીદી કરી હોવાનું જણાવી રહ્યા છે. જો કે, આ જમીનની કિમત 1996માં
દોઢ લાખ હતી, જે આજે 50 લાખ થવાથી મામલો બિચક્યો
હોવાની ગામમાં ચર્ચાઈ રહ્યું છે.
પીડિત દ્રારા કરાયેલા અરજીનું લખાણ
ડુંગરાના પટેલ
ફળિયામાં રહેતા મણીબેન ભુલાભાઇ પટેલ સહિત ચાર અરજદારોએ કરેલી અરજીમાં જણાવાયું છે
કે, ડુંગરા ખાતે સર્વે નંબર ૩પ૨માં આવેલી સર્વે
નંબર ૮/૨ વાળી મિલકત રેવન્યુ રેકર્ડમાં અરજદાર તથા અન્ય કુંટુંબના નામે ચાલી આવે
છે. ડુંગરા સ્થિત આસારામ આશ્રમના સંચાલક મનહર પરષોત્તમ પટેલ તથા રાહુલ દ્વારા
અરજદારની મિલકતમાં ઉત્તર તરફથી આશરે ૦પ ગુંઠા જમીનમાં આશ્રમ દ્વારા દબાણ કરવામાં
આવ્યું હોવાની ફરિયાદ અરજીમાં કરી છે.
આસારામ વિરુદ્ધ નવો વર્ગ ઉભો થયો હોય તેવી ધારણા
ઉલ્લેખનીય છે કે જ્યારે આસારામ બાપુનો દબોદબો હતો તે સમયે અનેક લોકોએ જમીનો દાનમાં આપી હશે. અને હવે મનાઈ રહ્યું છે કે તેમના વારસદારો કોઈ પણ કાળે આ જમીન પરત મેળવી લેવા ઈચ્છા ધરાવે છે. તેમની ધારણા પ્રમાણે આસારામના પાખંડમાં આવીને અમારા બાપદાદાએ ભુલ કરી દીધ છે અને હવે દાન પાછું લઈ લેવું જોઈએ.
Tejas Desai, Reporter,Vapi
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com