આજે મંગળવારે 3 સપ્ટેમ્બરના રોજ દસ પાનાના રાજીનામાને લઈને અનેક તર્ક વિતર્કો થઈ રહ્યાં છે. આવનારા અઠવાડિયે મોદીને લઈને કોઈ નક્કર નિર્ણય થવા જઈ રહ્યો છે. તેવા સમયે વણઝારાની રાજીનામાં સ્વરૂપે લખાયેલી ચિઠ્ઠી અનેક સવાલો પેદા કરે છે.
ગુજરાત સરકાર પર ફરી એક આંચકો આવ્યો
છે. કારણકે સોહરાબુદ્દિન અને તુલસી એન્કાઉન્ટર સહિતના કેસોમાં જેલની સજા કાપી
રહેલા તેમજ ગુજરાત પોલીસના એક સમયના ઉચ્ચ અધિકારી અને આપીએસ એવા ડી.જી વણજારાએ
મંગળવારે અચાનક રાજીનામું આપી દઈને પોતાના આઈપીએસ પદને ત્યાગી દીધું છે. એટલું જ
નહીં વણઝારાએ રાજીનામું આપવા સાથે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર પણ
આરોપો લગાવ્યા હોવાનાં અહેવાલ છે.
બીજી બાજુ ડી.જી.વણઝારાના આ અચાનક
રાજીનામાંથી ગુજરાતના રાજકારણ સહીત ગુજરાત પોલીસ બેડામાં ભારે ગરમાવો આવી ગયો છે
તેમજ એન્કાઉન્ટરના કેસમાં પણ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. મળતી માહિતી મુજબ
ડી.જી.વણઝારાએ રાજ્યના ગૃહવિભાગને પાઠવતો એક દસ પાનાના પત્ર લખીને પોતાનું
રાજીનામું જાહેર કર્યું છે. મહત્વનું છે કે વણઝારા પર સોહરબુદ્દિન અને તુલસી
એન્કાઉન્ટર કેસોમાં પહેલેથી ખટલો ચાલી રહ્યો છે અને તેઓ હાલ જેલમાં છે ત્યારે બીજી
બાજુ તાજેતરમાં ઈશરત જહાં એન્કાઉન્ટર
કેસમા પણ સીબીઆઈ વણઝારાની જેલમાં જઈને લાંબી પુછપરછ કરી હતી તેમજ તેઓ આ કેસમાં
અનેક બાબતોને ઘટસ્ફોટ કરી શકે તેમ હોય તેમનું આ રાજીનામું અનેક પ્રશ્નો ઉભા કરે
છે.
જોકે ખરા સમયે મોદીને નિશાન બનાવી લખાયેલ વણઝારાનું રાજીનામું કોંગ્રેસ માટે મુદ્દો બની ગયો છે. જેમાં મોદીને સીધા નિશાન બનાવામાં આવ્યાં છે. લખવામાં આવ્યું છે કે મોદીને હું ભગવાન સમાન માનતો હતો. પરંતુ અમારી માટે કશું જ કર્યું નથી. મોદી ફુલ સ્પીડે દીલ્હી તરફ ભાગી રહ્યાં છે. તેમને માત્ર અમિત શાહ માટે કર્યું જ્યારે અમારા જેવા અધિકારીઓને જેલમાં સડવા માટે છોડી દીધાં.ગુજરાતના મુખ્યમંત્રી મોદીની જગ્યા ગાંધીનગર નહીં પરંતુ જેલ હોવી જોઈએ.