પોલીસે આસારામની જાતીય ક્ષમતાની તપાસ કરવા માટે
પોટેંસી ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટીવ આવ્યો હતો. પોલીસે જણાવ્યુ
કે પોટેંસી ટેસ્ટ પોઝિટીવ આવતા એ સાબિત થાય છે કે આસારામ પર જાતીષ શોષણનો જે આરોપ
લાગ્યો છે તેને તેઓ અંજામ આપી શકે છે.
નોંધનીય છે કે
રવિવારે કાયદાનાં સકંજામાંથી બચવા માટે આસારામે તપાસ અધિકારીઓને કહ્યુ હતુ કે તેઓ
નપુંસક છે અને આ પ્રકારનો અપરાધ કરવા માટે સમર્થ નથી. આસારામનાં દાવા બાદ તપાસ
કરવા માટે પોલીસે આસારામનો પોટેંસી ટેસ્ટ કરાવ્યો જે પોઝિટીવ આવ્યો. જેથી પોલીસને
આસારામ વિરુધ્ધ મહત્વનો મેડિકલ પુરાવો મળ્યો છે. જાતીય શોષણનાં આરોપસર આસારામને એક દિવસનાં પોલીસ રિમાન્ડ મળ્યા છે. જે આજે પૂર્ણ થતા આસારામને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છેકે વર્ષ 2010માં
દક્ષિણની અભિનેત્રી સાથે કામલીલા માણતા સ્વામી નિત્યાનંદની વીડિયો ટેપ આવી હતી. તે
દરમ્યાન સ્વામી નિત્યાનંદે સીઆઈડીના અધિકારીઓ સમક્ષ આશ્ચર્યજનક ખુલાસો કરતાં
જણાવ્યું હતું કે તે પુરૂષ જ નથી. તેથી કોઈ સ્ત્રી સાથેના શારીરીક સંબંધનો કોઈ
પ્રશ્ન જ ઉભો થતો નથી. તેમણે પોતાની પુરૂષત્વની તપાસ (પોટેંસી ટેસ્ટ) કરાવવાની
માંગણી સીઆઈડીને કરી હતી.
રાકેશ પંચાલ
News Published By CNA TEAM, For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com