સગીરા સાથે યૌન શોષણ મામલે ફસાયેલા આસારામ
બાપુની જામની અરજી અંગે આજે 16મી સપ્ટેમ્બરે સોમવારે સુનાવણી જોધપુર કોર્ટમાં હાથ ધરાઈ હતી. જેમાં દલીલો પ્રખ્યાત
વકીલ રામ જેઠમલાની દ્રારા કરવામાં આવી હતી. પરંતુ તેમાં સફળ મળી નથી. જેમાં જામીન અરજી ફગાવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે જેલમાં બંધ આસારામ બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેવી પરિસ્થિતિમાં વકીલરૂપે મળેલા રામ જેઠમલાનીનો સાથે કેટલી હદે મદદરૂપ થાય છે તેની ઉપર સૌ કોઈની નજર હતી.
જાતીય શોષણનાં આરોપમાં જેલમાં બંધ આસારામની જામીન અરજી પર સુનાવણી કરતા જોધપુર કોર્ટે આસારામની જામીન અરજી ફગાવી દીધી. અને આસારામને ફરીથી 14 દિવસની જ્યૂડિશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા. હવે આસારામ 30 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે. જો કે આસારામની જામીન અરજી પર રાજસ્થાન હાઇકોર્ટેનો નિર્ણય હજુ નથી આવ્યો. હાઇ કોર્ટમાં આસારામનાં વકીલ તરીકે રામ જેઠમલાણી હાજર રહેશે.
આસારામ હાલમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં છે. 1 સપ્ટેમ્બરનાં રોજ આસારામની ઇન્દોરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અને કોર્ટે 1 દિવસનાં રિમાન્ડ આપ્યા બાદ આસારામને 14 દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. જેની અવધી આજે પૂર્ણ થતા કોર્ટે વધુ 14 દિવસની કસ્ટડી આપી છે.
રામ જેઠમલાની અને આસારામ
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી
નરેન્દ્ર મોદી સાથે વકીલ રામ જેઠમલાનીના સારા સંબંધો છે. ઉપરાંત સોહરાબુદ્દીન નકલી
એકાઉન્ટર મામલે ફસાયેલા નેતા અમિત શાહને બચાવવા માટે રામ જેઠમલાનીને કોર્ટ
મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.
વકીલ રામ જેઠમલાનીએ મીડીયાને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે આસારામ બાપુની સામે લાગેલા આરોપ ખોટા છે. અને મીડિયાને આ બાબતે કોઈ જાણકારી નથી. અને છાપી દે છે. જ્યાં સુધી મીડીયાના બે ત્રણ લોકો જેલ નહીં જાય ત્યા સુધી ખબર નહીં પડે કે આરોપ લગાવો કેટલો સરળ છે.
આસારામ બાપુના વકીલ રામ જેઠમલાનીનું પહેલું નિશાન મીડીયા બન્યું હતું. ઉલ્લેખનીય છે કે મીડિયા શરૂઆતથીજ યૌન શોષણ મામલે આસારામનો વિરોધ કરી રહ્યું છે. અને આ તમામ ઘટનાક્રમે ચાંપતી નજર છે. જેથી નાની વાત પણ મોટી બની જાય છે. અને તેના કારણે આસારામ બાપુની ફજેતી પણ થાય છે. જેની અસરથી અમદાવાદમાં સમર્થકો દ્રારા ન્યુઝ ચેનલ ન જોવાની પણ અપીલ કરવામાં આવી હતી. આ છપાયેલા કાગળીયામાં અમુક ન્યુઝ ચેનલ ન જોવાનું સુચન કરવામાં આવ્યું હતું. જે શહેરના અમુક વિસ્તારોમાં લગાવામાં આવ્યાં હતાં.
આસારામને બીજો ફટકો
આજે 16મી સપ્ટેમ્બરે રાજસ્થાન હાઈકોર્ટ આસારામની જામીન અરજી અંગે સુનાવણી કરવાની હતી તે પણ ટળી ગઈ હતી. રાજસ્થાન હાઈકોર્ટે તેની સુનાવણી 18મી સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે.
આસારામને બીજો ફટકો
આજે 16મી સપ્ટેમ્બરે રાજસ્થાન હાઈકોર્ટ આસારામની જામીન અરજી અંગે સુનાવણી કરવાની હતી તે પણ ટળી ગઈ હતી. રાજસ્થાન હાઈકોર્ટે તેની સુનાવણી 18મી સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે.