ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

રામના ઘરે ફરી બંધાયો ગુરૂ શિષ્યનો સેતુ

મોદીના ચરણસ્પર્શે અડવાણીને ભારે અસર કરી ગઈ છે. જેની અસર તેમના ભાષણમાં જણાઈ છે. આ ગુરૂ શિષ્યની જોડી વચ્ચેનો સેતુ રામના ધરે મજબૂત થયો હોય તેમ જણાઈ રહ્યું છે. 


જે પ્રકારે પોતાની પાર્ટીથી નારાજ અડવાણીએ છત્તીસગઢ ખાતે વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેના આધારે લાગી રહ્યું છે છેલ્લા અનેક દિવસોથી ભાજપના અગ્રણી નેતા નારાજ અડવાણીને રાજી કરવા માટે જે સતત પ્રયત્નો કરી રહ્યાં હતાં તેમાં સફળતા મળી ગઈ છે. 

13મી ડિસેમ્બરે ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત અડવાણીને ગેરહાજરીમાં થવા પામી હતી. જેથી તેમની ગેરહાજરી ચર્ચાનો વિષય બની જવા પામી હતી. તે ઉપરાંત ત્યાર બાદ ભાજપ અધ્યક્ષને ટાંકીને તેમની વેદના અને નિરાશાને છત્તી કરતો પત્રએ ભારે ઉહાપોહ મચાવ્યો હતો. લાગી રહ્યું હતું કે અડવાણીની નારાજગી લાંબો સમય સુધી રહેશે. પરંતુ અહીં તમામ ધારણોઓ ખોટી પડી છે. 

16મી સપ્ટેમ્બરે અડવાણી છત્તસીગઢમાં કોરબા ખાતે અલગ રંગમાં રંગાયેલા દેખાયા હતાં. અડવાણીએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા. જેમાં તેઓ ગુજરાતમાં મોદીના શાસનમાં જે પ્રકારે વિકાસ થયો છે તેને ટાંકીને વારંવાર વખાણ કરતા દેખાયા. ઉપરાંત ગુજરાતમાં મળી રહેલી ચોવીસ કલાક વિજળીને ટાંકીને વિકાસની ગાથાનો ઉલ્લેખ કર્યો હતો. 

લાગી રહ્યું છેકે રવિવારે મોદી દ્રારા અડવાણીના થયેલા ચરણસ્પર્શ ભારે અસર કરી છે. મોદીના સ્પર્શની અસર ચરણથી દિલ સુધી પહોંચી છે. ઉલ્લેખનીય છે કે રવિવારે વકીલ રામ જેઠમલાનીના નિવાસસ્થાને તેમના જન્મદિનની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નારાજ થયેલા અડવાણીના ચરણસ્પર્શ કરીને આશિર્વાદ લીધાં હતા. 

Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |