ગુજરાત સરકારને પાંજરે પુરવાના ઈરાદે ગુજરાત
કોંગ્રેસ જે પ્રકારે વગર વિચારે બંઘનું એલાન આપીને જનસમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો
છે તેની સામે અનેક સવાલો પેદા થઈ રહ્યાં છે.
નવ વર્ષ બાદ કોંગ્રેસને બંધ આપવાની
ફરજ કેમ પડી તે બાબત સમજવી લોકો માટે ભારે પડી રહી છે. નકલી એકાઉન્ટરનો મુદ્દો ગણો જુનો છે તો
ભુતકાળમાં કોંગ્રેસ ચુપ કેમ હતું. તેમની પાસે પુરતો સમય હતો. ગુજરાત કોંગ્રેસ
વર્ષોથી સત્તાવિહોણું છે જેથી પ્રજાના મુદ્દે કામ કરવાની પુરતો સમય હતો તેમ છતાં આ
સમયગાળા દરમ્યાન કોઈ મોટું આંદોલન કેમ ન કરવામાં આવ્યું .
શિક્ષણ જગત ક્ષેત્રે ગુજરાતમાં અનેક સમસ્યાઓ
છે .જેમાં મોટોભાગે જગ્યાઓ ખાલી પડી છે.
જેની અસરથી મોટાભાગના અધિકારીઓને ડબલ ફરજ બજાવી રહ્યાં છે તેમ છતાં મોટા
ભાગની જગ્યાઓ સરકાર તરફથી ભરવામાં આવી નથી તે બાબતે ગુજરાત કોંગ્રેસે વિરોધ કરવાની
તાતી જરૂરિયાત છે તેમ છતાં આ બાબતે મૌન સેવીને બેઠી છે.
અચાનક ડી.જી વણઝારાના રાજીનામા પત્રથી
ઉત્સાહમાં આવી ગયેલ કોંગ્રેસ પ્રજાના મુદ્દાને ધ્યાને રાખીને આંદોલન કરવા જોઈએ
જેથી આમ આદમની સાથ મળી શકે. જેથી સમગ્ર ગુજરાતમાંથી લોકો સ્વયંભૂ બંધમાં જોડાઈ શકે.
ગુજરાત બંધના દિવસે બન્ને રાજકીય પાર્ટીઓ
આમને સામને સફળતાના પુરાવા આપશે પરંતુ તેનાથી આમ જનતાને ફર્ક પડશે નહીં. કોંગ્રેસ પણ સારી રીતે જાણે છેકે બંધનું એલાન
કરવાથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કે તેમની સરકાર તેમની માગનો સ્વીકાર
કરીને સત્તા છોડી નહીં દે તેવી પરિસ્થિતિમાં યોગ્ય મુદ્દોને ઉઠાવીને અવાજને સફળ
બનાવાની કોશિશ કરવી જોઈએ.
ક્યારેય પણ વિરોધ કરવા માટે મુદ્દાઓની ખોટ
હોતી નથી, કોઈ પણ લોકશાહી તંત્રમાં વિરોધ પક્ષની જવાબદારી અત્યંત મહત્વની હોય છે.
કારણ કે વિરોધ જ સરકારને યોગ્ય અને સાચી દિશા આપી શકે. જોકે એકાઉન્ટર મામલો ન્યાયિક
પ્રકિયા હેઠળ છે તેવા સમયે તેનો માત્ર દેખાડા માટે વિરોધ કરવો તે યોગ્ય નથી.
ન્યાયિક પ્રક્રિયા દરમ્યાન દોષીને સજા મળશે તે આપણી લોકશાહીની કાર્યપદ્ધતિ છે.