9મી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે આવેલ મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ એગ્રો સમિટ 2013નો પ્રારંભ થયો છે. જેમાં 15 દેશનો નિષ્ણાંતે ભાગ લીધો છે. આ ઉપરાંત દેશ વિદેશની કંપનીઓના 150 જેટલા સ્ટોલ લગાવામાં આવ્યાં છે.
આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની કૃષિ ક્ષેત્રે મેળવેલી ઉપલબ્ધીઓનો ઉલ્લેખ કર્યો જેમાં જમીનની ચકાસણી માટે જરૂરી હેલ્થ કાર્ડ જેવી સુવિધા દેશના દરેક ખેડૂત પાસે હોવી જોઈએ અને તે દિશામાં કામ કરવાની સલાહ કેન્દ્ર સરકારને આપી . તે ઉપરાંત ખેડૂતોને આધુનિક ખેતી તરફ લઈ જવાનો પ્રયાસ થવો જોઈએ. જેવી રીતે ગુજરાતનો ખેડૂત પગભેર થયો છે તેવી જ રીતે દેશના અન્ય રાજ્યોનો ખેડૂતો પગભરે કરી શકાય. છેલ્લા વીસ વર્ષમાં ખેડૂતોએ કરેલી આત્મહત્યાના આંકડા આપ્યાં હતાં, જેમાં તેમણે જણાવ્યું કે છેલ્લા બે દાયકામાં બે લાખ સત્તર હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ખેડૂતોને આત્મહત્યા કેમ કરવી પડે છે તે બાબતે સરકારે વિચાર કરવાની જરૂર છે. આ ઉપરાંત ખેડૂતો ખેતી છોડી રહ્યાં છે. તે બાબતે પણ વિચાર કરવાની જરૂર છે.
આઝાદી પછી એક પણ વખત
જમીન માંપણી થઈ નથી. ખેડૂત દેવાદાર ન બને
તે માટે ઉપાયની તાતી જરૂરિયા ઉભી થઈ છે. વિદેશમાં ખેડૂતો આપણા દેશના ખેડૂતો વધારે
આવક મેળવે છે. જેમાં પેરૂ જેવા દેશ સાથે સરખામણી કરી હતી. બેંકિગ વ્યવસ્થામાં
સુધારની જરૂરિયાત છે.
આ બે દિવસીય ગ્લોબલ એગ્રો સમિટમાં દેશના 23 રાજ્યોમાંથી ખેડૂતો આવ્યાં છે. આ ઉપરાંત ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો પોતાના અનુભવો અન્ય ખેડૂતોને જણાવશે. કૃષિ ક્ષેત્રને ધ્યાને રાખી વિવિધ સેમિનાર તેમજ ખેતી ઉપયોગી વિવિધ માહિતી મળી શકે તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.