ઈન્ડિયન મુજાહિદ્દીના ખૂંખાર આતંકી ટુંડા અને
ભટકલની ધરપકડ થયા બાદ નિત્ય નવાં ખુલાસાઓ થઈ રહ્યાં છે. વધુ એક ખુલાસામાં આંતકી
ભટકલે કહ્યું છે કે તેના બે આંતકીઓ વકાસ અને તહસીન ભારતમાં ફરી રહ્યાં છે.
વર્ષ
2011માં જુલાઈ મહિનાની 11 તારીખે મુંબઈના ઝવેરી બજારમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં 17
લોકોના મોત થયાં હતા. જેનો એક વીડીયો ફૂટેજમાં આતંકી વકાસ દેખાયો છે. જેથી હવે
આતંકી વકાસનો ચહેરો ઉજાગર થઈ જતાં તેની શોધખોળ કરવામાં દેશની પોલીસ તેમજ અન્ય એજન્સીઓને સહાયક સાબિત થશે.
ભટકલના ખુલાસા બાદ આઈબીએ દેશભરના શહેરોમાં રેડ
એલર્ટ જારી કરી દૈવામાં આવ્યું છે. જેમાં રાજ્યની પોલીસને આતંકી હુમલાને લઈને
સતર્ક રહેવાનું જણાવી દેવામાં આવ્યું છે. જે રીતે ભટકલ અને ટુંડાની ધરપકડ બાદ
ઈન્ડિયન મુજાહિદ્દીન નબળું પડ્યું છે તેને ધ્યાને રાખીને દેશમાં ફરી રહેલા આતંકીઓ
વધુ એક મોટો બ્લાસ્ટ કરી શકે તેવી શંકા છે જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે.
તો બીજી તરફ આજે કેન્દ્રનો ગૃહ મંત્રી સુશીલ
કુમાર શિંદેએ નિવેદન આપ્યું છે કે હવે પાકિસ્તાનાના કરાંચી શહેરમાં સ્થિત દાઉદ
ઈબ્રાહિમને પકડવા માટે એફબીઆઈનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. અને તે દિશામાં તમામ
પગલા ભરવામાં આવી રહ્યો છે. આતંકી ભટકલ અને ટુંડાની ધરપકડ બાદ જે રીતે અંડરવર્લ્ડ
ડોન દાઉદ ઈબ્રાહીમને પકડવા માટેની માંગ ઉઠી રહી છે. તેને ધ્યાને રાખીને સરકાર તે
માટે જરૂરી તમામ કાર્યવાહી કરી રહી છે. અને
તે માટે જરૂરી તમામ મદદ અન્ય જગ્યાએથી લેવામાં આવશે. આ અગાઉ પકડાયેલા આતંકી ભટકલે કરેલા ખુલાસામાં જણાવવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ટારગેટ નંબર એકથી દસ છે. વધુ વાંચો,,ક્લિક કરો..
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com