ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

પાણીમાંથી ઓઈલ દૂર કરનારું મોર્ડલ

નાનકડો પરંતુ વૈજ્ઞાનિક સિદ્ધાંત ઉપર આધારિત વિચાર ઘણો ફાયદાકાર નીવડે છે. તેવો જ એક વિચાર ઓઈલ સ્પીલના કારણે પ્રદૂષિત થયેલા દરિયાઈ પાણીને સ્વચ્છ કરવા માટે નાનકડું મોર્ડલ એક સ્કુલના બાળકો દ્રારા રજૂ કરાયો છે. જેનું સ્વરૂપ નાનું છે પરંતુ મહત્વ અનેક ઘણું છે.

પૃથ્વીનો મોટો ભાગ પર દરિયાઈ પાણી પથરાયેલું છે. વર્તમાન સમયમાં સૌથી મોટો ચિંતાનો વિષય દરિયાઈ પ્રદૂષણ છે. જે અનેક રીતે થાય છે. દરિયાઈ પાણીના પ્રદૂષણની સૌથી મોટી અસર દરિયાઈ જીવો પર થાય છે. ભુતકાળમાં ઓઈલ સ્પીલની અનેક ઘટનાઓ બનાવી પામી છે. જે દરમ્યાન  દરિયાઈ પાણી એટલી હદે પ્રદૂષિત થઈ જવા પામે છે કે  મત્સ્યોધોગને કરોડોનું નુકસાન થાય છે. ઓઈલ સ્પીલને કારણે દરિયાઈ પાણીમાં થતાં પ્રદૂષણને રોકવા માટે વાપીની એક શાળાના વિધાર્થીઓએ અનોખો વિચાર પ્રોજેક્ટ સ્વરૂપે રજૂ કર્યો છે. 

વાપીમાં આવેલી  ખતલવાડા સ્કુલના વિધાર્થીઓ દ્રારા વિજ્ઞાન મેળામાં પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યો હતો. શાળાની શિક્ષિકા ભાવના બેનથી પ્રોત્સાહિત થયેલા બાળકોએ નાનો પરંતુ ઉત્તમ વિચાર રજૂ કર્યો છે. જેનું અમલીકરણ કરવામાં આવે તો ઓઈલ સ્પીલને કારણે પ્રદૂષિત થતાં દરિયાઈ પાણીને  સ્વચ્છ કરી શકાય છે. 

આશાધામ સ્કુલ વાપીમાં યોજાયેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શન દરમ્યાન ખતલવાડા સ્કુલના બાળકો પર દરેકની નજર હતી. તેમણે રજૂ કરેલ અનોખું અને ઉપોયગી સાબિત થાય તેવું  મોર્ડલ રજૂ કર્યું હતું . તેમણે રજૂ કરેલા મોર્ડલ મુજબ, તેમણે ઓઈલથી પ્રદૂષિત થયેલ પાણીમાં હોડી મુકી જેની બન્ને બાજુ બે - બે મોટર મુકવામાં આવી હતી. હોડીમાં મુકાયેલ ચાર મોટરની સાથે પ્લાસ્ટીકની ડીશ જોડી દેવામાં આવી હતી. જ્યારે મોટર ફરે ત્યાં આ ડીશ ફરતી થઈ જાય છે. અને ડીશ  પાણીમાં ફરવાની સાથે જ પાણીમાં રહેલું ઓઈલ ડીશમાં ચોંટી જાય છે. અને ડીશ પર જમા થયેલુ ઓઈલ હોડીની ધાર મારફતે એક નાની ટેંકમાં જમા થઈ જાય છે.જોકે વિધાર્થીઓ જણાવી રહ્યાં છે કે આ મોર્ડલ ઘણું નાનું છે અને વૈજ્ઞાનિક સિદ્ધાંતને આધારે બનાવેલું છે. પરંતુ આ સિદ્ધાંતને આધારે ઉચ્ચતમ મોર્ડલ બનાવામાં આવે તો ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે.
Tejas Desai, Reporter, Vapi
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |