યશરાજ બેનરની ફિલ્મ શુદ્ધ દેશી રોમાન્સ આજે શુક્રવારે છઠ્ઠી ઓગષ્ટના રોજ રિલીઝ થઈ છે. જે જુની અને નવી પેઢી વચ્ચેનો સંધર્ષ છે. આ ફિલ્મમાં કમિટમેન્ટથી ગભરાતા આધુનિક ભારતનાં યુવાઓની વાર્તા છે.
સ્ટોરી લાઈન
રઘુરામ ઉર્ફે રઘુ ( સુશાંત સિંહ રાજપૂત ) જયપૂરમાં ટૂસિસ્ટ ગાઇડ છે. રઘુ અનેક યુવતીઓ સાથે ફ્લર્ટ કરે છે. પણ જ્યારે કમિટમેન્ટ અને લગ્નની વાત આવે ત્યારે રઘુ ગભરાઇ જાય છે. તે કોઇ પણ પ્રકારનાં બંધનને સહન નથી કરી શકતો. રઘુનાં લગ્ન તારા ( વાણી કપૂર ) સાથે નક્કી થયા હોય છે. પણ તે દરમિયાન રઘુને ગાયત્રી (પરિણીતી ચોપ્રા) સાથે પ્રેમ થાય છે. અને તે તારાને છોડી દે છે. બાદમાં ગાયત્રી અને રઘુ લીવ ઇન પાર્ટનર તરીકે રહે છે. કેટલાક દિવસો બાદ રઘુ ગાયત્રી સાથે લગ્ન કરવાનું નક્કી કરે છે. પણ ગાયત્રી તેને છોડી દે છે. અહીંથી સ્ટોરીમાં ટ્વીસ્ટ આવે છે.
અદાકારીની વાત
સુશાંત સિંહ રાજપૂતે કાઇ પો છે બાદ પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી છે. જ્યારે પરિણીતિ ચોપ્રા પોતાનો રોલ જબરજસ્ત નિભાવ્યો છે. જ્યારે વાણી કપૂરે બૉલિવુડમાં સારી શરૂઆત કરી છે. તો ઋષિ કપૂર જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ત્યારે છવાઇ જાય છે.
પોઈન્ટ : 3 /5